9મા અને 11મા દિવસે ભીડ ટાળવા કલેક્શન સેન્ટરો પર મૂર્તિ જમા કરાવવા અપીલ : રવાપર-વીરપર વચ્ચે આવેલી ખાણમાં વિસર્જન માટે નમહાપાલિકાની ટીમ તૈનાતમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે રવાપર અને વીરપરની વચ્ચે વિસર્જન સ્થળ નક્કી કરવામાં આવ્યું છે. ગણેશ મહોત્સવ દરમિયાન ઘણા લોકો 3જા, 5મા કે 7મા દિવસે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરતા હોય છે. ત્યારે ગણેશ સ્થાપનના 7મા દિવસ સુધીમાં આ સ્થળે 54 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.મહાનગરપાલિકા દ્વારા ગણેશ સ્થાપન કરનારા તમામ ભક્તોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, બાપ્પાની મૂર્તિઓ જ્યાં-ત્યાં પધરાવવાને બદલે મહાનગરપાલિકા દ્વારા નક્કી કરાયેલી જગ્યાએ જ પધરાવવામાં આવે. આ ઉપરાંત, આગામી 9મા અને 11મા દિવસે વિસર્જન માટે ચાર કલેક્શન સેન્ટર રાખવામાં આવ્યા છે. વિસર્જન સ્થળે લોકોની વધુ ભીડ ન ઉમટે અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે કે લોકો કલેક્શન સેન્ટર પર જ પૂજા-અર્ચના કરી મૂર્તિઓ આપી દે, જેથી સુચારુ રૂપે વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય.