વિવિધ રોગોના નિષ્ણાંત દ્વારા નિદાન, X-Ray અને દવાઓ વિનામૂલ્યે અપાઈ: સ્થાનિક આગેવાનો અને મહંતો રહ્યા ઉપસ્થિતહળવદ (મોરબી અપડેટ): હળવદમાં 'હળવદ કા રાજા ગણપતિ પંડાલ' દ્વારા આયોજિત સાર્વજનિક ગણપતિ મહોત્સવ-2026 અંતર્ગત 'બાપાની ભક્તિ સાથે દર્દી નારાયણની સેવા' ના ઉમદા સંકલ્પ સાથે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 275 દર્દીઓએ વિનામૂલ્યે આરોગ્ય સેવાનો લાભ લીધો હતો.કેમ્પનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને ગણપતિ દાદાની પ્રાર્થના સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકદાસજી મહારાજ, શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ નવલભાઈ શુક્લ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે અને મહોત્સવ સમિતિના સંયોજક વિપુલભાઈ દવે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સારવાર અર્થે આવેલા તમામ દર્દીઓને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.આ કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દર્દીઓની સઘન તપાસ કરી તબીબી સલાહ, નિઃશુલ્ક કન્સલ્ટેશન, X-Ray અને જરૂરિયાત મુજબ દવાઓ આપવામાં આવી હતી. કેમ્પમાં સેવા આપવા આવેલા તબીબો તથા મેડિકલ સ્ટાફ માટે ભોજનની સુંદર વ્યવસ્થા જીતુભાઈ એરવાડિયા દ્વારા કરવામાં આવી હતી. આ ભવ્ય સેવાયજ્ઞને સફળ બનાવવા માટે આયોજક ટીમના સ્વયંસેવકોએ દર્દીઓની નોંધણી અને વ્યવસ્થાપનની જવાબદારી નિભાવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #Halvad #HalvadKaRaja #GaneshUtsav #FreeMedicalCamp #HealthCamp #SocialService #GujaratNews