સ્વચ્છતા શ્રમદાન, જાગૃતિ સેમિનાર અને શપથ ગ્રહણ સહિતના કાર્યક્રમોમાં 320 થી વધુ વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ જોડાયોમોરબી અપડેટ: કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત જે. એ. પટેલ મહિલા કોલેજમાં તાજેતરમાં સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગત તારીખ 7/9/2026 ના રોજ કોલેજ કેમ્પસમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કોલેજ બિલ્ડીંગ, પ્રિન્સિપાલ ઓફિસ, પ્રેક્ટીકલ લેબ, વર્ગખંડો, લોબી અને સ્ટાફરૂમની સાફસફાઈ કરવામાં આવી હતી. આ શ્રમદાનમાં કોલેજના પ્રિન્સિપાલ, ટિચિંગ અને નોન-ટિચિંગ સ્ટાફ, NSS સ્વયંસેવકો તેમજ આર્ટસ, કોમર્સ અને હોમ સાયન્સ શાખાની 320 જેટલી વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. આ ઉપરાંત કાર્યાલયની જૂની ફાઈલોની વ્યવસ્થિત ગોઠવણી, પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ ઝુંબેશ અને સ્વચ્છતા અંગે ડિજિટલ પ્રિન્ટ મીડિયાના ઉપયોગ થકી પોસ્ટર સ્પર્ધા પણ યોજાઈ હતી તેમજ સોશિયલ મીડિયા પર સ્વચ્છતા અંગે રીલ શેર કરવામાં આવી હતી.ત્યારબાદ તારીખ 11/9/2026 ના રોજ સ્વચ્છતા જાગૃતિ માટે એક ખાસ સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં મનસુખભાઈ દલસાણીયા, રાજેશભાઈ ઠાકોર અને ડો. ગોગીયા દ્વારા 80 જેટલી વિદ્યાર્થીનીઓને સ્વચ્છતાનું મહત્વ સમજાવી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નેન્સીબેને પણ હાજર રહી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી હતી.આ ઝુંબેશના ભાગરૂપે તારીખ 18/9/2026 ના રોજ મોરબી મહાનગરપાલિકાના ઉપક્રમે 'સ્વચ્છતા હી સેવા - 2026' અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના નોડલ ઓફિસર કિશનભાઇ ડાભી, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર રુચિતાબેન ચાવડા અને મહિપાલસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. કિશનભાઇ ડાભીએ ભીનો અને સૂકો કચરો, મેટલની વસ્તુઓ અને પથ્થર વગેરેને અલગ-અલગ કલરના ડસ્ટબિનમાં નાખવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે રુચિતાબેન ચાવડાએ તમામ ઉપસ્થિતોને 'સ્વચ્છતા શપથ' લેવડાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રિન્સિપાલ મોનિકાબેન માલવણિયા, NSS પ્રોગ્રામ ઓફિસર મંજુલાબેન દેસાઈ, ડો. નયનાબેન ભાલોડીયા સહિતના સ્ટાફ અને વિદ્યાર્થીનીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #SwachhataHiSeva #CleanIndia #SwachhBharat #JAPatelMahilaCollege #MorbiMunicipalCorporation