સાયબર ક્રાઇમ અને સનાતન સંસ્કૃતિ અંગે અપાયું માર્ગદર્શન: બાળકો માટે સાંસ્કૃતિક પ્રશ્નમંચ અને અંતિમ દિવસે મહાપ્રસાદનું ભવ્ય આયોજનમોરબી અપડેટ: સમગ્ર દેશભરમાં હાલ ગણેશ ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ પર આવેલી સરદાર નગર સોસાયટીમાં 5 ફ્લેટ સમૂહ દ્વારા ગણપતિ ઉત્સવ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.વર્તમાન સમયમાં દિન-પ્રતિદિન સાયબર ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યું છે અને શિક્ષિત લોકો પણ તેનો ભોગ બની રહ્યા છે. આ બાબતને ધ્યાને રાખીને મોરબી જિલ્લા પોલીસના સાયબર સેલના PSI ગૌરાંગભાઈ ગઢવી અને સહ કર્મચારી અમિતભાઈ પટેલ દ્વારા સાયબર અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ ડિજિટલ સાઇટ, મોબાઇલ એપ્લિકેશન, Ai ટૂલ્સના ઉપયોગ દરમિયાન રાખવાની સાવધાનીઓ અને સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ સાયબર પોલીસનો કઈ રીતે સંપર્ક કરવો તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત સનાતન હિન્દુ ઇકોનોમિક સમિતિના સભ્યો દ્વારા સનાતન સંસ્કૃતિ, સંસ્કાર, સુરક્ષા, સહયોગ અને સમાજ જાગરણના વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મહોત્સવમાં બાળકો માટે ખાસ ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરા આધારિત પ્રશ્નમંચનો કાર્યક્રમ પણ આયોજિત કરાયો હતો, જેમાં સહભાગી થયેલા બાળકોને વડીલો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ત્રિવિધ કાર્યક્રમોના અંતિમ દિવસે સામુહિક મહાપ્રસાદ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #GaneshUtsav #SardarNagarSociety #CyberAwareness #MorbiPolice #SanatanSanskriti