પાઘડીવાળા ગ્રુપ દ્વારા આયોજિત ગણેશોત્સવમાં નરેશભાઈ રાવલના કંઠે શિવ મહિમ્નમ સ્તોત્રનું રસપાન કરાવાશેમોરબી અપડેટ: મોરબીમાં પારેખ શેરી, ગ્રીન ચોક ખાતે પાઘડીવાળા ગ્રુપ (મંદિર ચોક કા રાજા) દ્વારા ગણેશ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત આગામી 21 સપ્ટેમ્બર 2026 ને સોમવારના રોજ રાત્રે 9:30 કલાકે ભવ્ય શિવ મહિમ્નમ સ્તોત્રના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.આ ધાર્મિક કાર્યક્રમમાં શરણનાથ સેવા મંડળ સંકલિત શિવ ઉપાસક નરેશભાઈ રાવલ પોતાના કંઠે શિવ મહિમ્નમ સ્તોત્રનું પાઠ-પઠન કરાવશે. શિવ મહિમ્નમ સ્તોત્રના પાઠ-પાઠન દ્વારા મનને શાંતિ, જીવનમાં શક્તિ અને આત્માને ભક્તિનો અનુભવ થાય છે. આ સાથે જ જીવનમાં શુભ સંયુક્તિ, કષ્ટમાંથી મુક્તિ અને શિવ કૃપાની પ્રાપ્તિ થાય છે.આ ઉપરાંત, પાઘડીવાળા ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં દરરોજ રાત્રે 8 કલાકે ભગવાન ગણેશજીની મહાઆરતી કરવામાં આવે છે. સોમવારે રાત્રે યોજાનાર શિવ મહિમ્નમ સ્તોત્રના કાર્યક્રમમાં અને દરરોજ રાત્રે આરતીમાં પધારવા તથા દર્શનનો લાભ લેવા મોરબીની જાહેર જનતાને પાઘડીવાળા ગ્રુપ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #GaneshMahotsav #ShivMahimnaStotra #PagdhiwalaGroup #MandirChowkKaRaja #MorbiNews #GreenChowk