નેશનલ ફૂડ સિક્યોરિટી એકટ અન્વયે કેન્દ્ર સરકારની મફત યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં 10772 લોકોનો વધારો : આશ્ચર્ય જનક રીતે બીપીએલ કાર્ડ ધારકોની સંખ્યામાં 140નો ઘટાડોમોરબી : સિરામિક ઉદ્યોગને કારણે સમૃદ્ધ મોરબી જિલ્લામાં છેલ્લા છ મહિનામાં ગરીબ પરિવારોની સંખ્યામાં તોતિંગ ઉછાળો આવ્યો છે, કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અન્વયે દર મહિને વિતરણ કરવામાં આવતા મફત ઘઉં - ચોખાનો લાભ લેતા પરિવારોની યાદી મુજબ મોરબી જિલ્લામાં છ મહિનામાં 2110 એનએસએફએ રેશનકાર્ડ ધારકોનો વધારો થયો છે, સામાપક્ષે આજ સમય ગાળામાં બીપીએલ કેટેગરીના ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોની સંખ્યામાં 140નો ઘટાડો આવ્યો છે. સાથે જ અંત્યોદય રેશનકાર્ડની સંખ્યામાં 11ની વૃદ્ધિ થઈ હોવાના આંકડા સામે આવ્યા છે.કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે દરમહીને નેશનલ ફૂડ સિક્યોરિટી એકટ અંતર્ગત મફત ઘઉં અને ચોખાનું પરિવારના સભ્યદીઠ નક્કી કરેલી મર્યાદામાં વિતરણ કરવામાં આવે છે. સામાન્યતઃ 2.40 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને આ યોજના હેઠળ જરૂરી આધાર પુરાવા રજૂ કર્યેથી મફત અનાજ યોજનાનો લાભ આપવામાં આવે છે.જો કે, આ યોજના અંતર્ગત પાત્રતા નહિ ધરાવતા અનેક પરિવારો પણ મફત અનાજનો લાભ લઇ રહ્યા છે તે નિર્વિવાદીત વાત છે ત્યારે મોરબી જિલ્લામાં છેલ્લા છ મહિનામાં જ 2110 એનએસએફએ રેશનકાર્ડ ધારકો વધ્યા છે જેને કારણે આ યોજના લાભાર્થીઓની સંખ્યામાં 10772 લાભાર્થી વધવા પામ્યા છે. એપ્રિલ 2026મા મોરબી જિલ્લામાં 1,42,664 રેશનકાર્ડમાં સમાવિષ્ઠ 5,89,187 લાભાર્થી જનસંખ્યા હતી.જેની સામે સપ્ટેમ્બર મહિનામાં આ સંખ્યા વધી રેશનકાર્ડની સંખ્યા 1,44,774 અને લાભાર્થી જનસંખ્યા 5,99,959 થઈ છે.જે સૂચવે છે કે, છ મહિનામાં જિલ્લાના 10,772 લાભાર્થી વધ્યા છે.બીજીતરફ બીપીએલ કેટેગરીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની અલગ અલગ જોગવાઈ મુજબ વધારાની દાળ, ચોખા અને ખાંડ રાહતભાવે તેમજ અયોડાઈઝ નિમક આપવામાં આવે છે જે યોજનાના લાભાર્થીઓમાં છેલ્લા છ મહિનામાં 140 રેશનકાર્ડ ધારક ઘટી ગયા છે. સાથે જ અત્યંત ગરીબ કેટેગરીમાં આવતા અંત્યોદય રેશનકાર્ડ ધારકોની સંખ્યાન છ મહિના દરમિયાન 11 રેશનકાર્ડ વધતા જિલ્લામાં અંત્યોદય કેટેગરીના રેશનકાર્ડ ધારકોની સંખ્યા વધીને 5,999 અને આ રેશનકાર્ડમાં સમાવિષ્ઠ લાભાર્થીઓની સંખ્યાનો આંકડો 22,437 થયો છે.એકંદરે સમૃદ્ધ સિરામિક ક્લસ્ટર મોરબી જિલ્લામાં સરકારી મફત અનાજનો લાભ લેનાર પરિવારોની સંખ્યામાં 2110 તેમજ અંત્યોદય લાભાર્થીની સંખ્યામાં પણ વધારો થયો છે.બીપીએલ (BPL) કેટેગરીમહિનો રેશનકાર્ડ લાભાર્થીએપ્રિલ 20140 88532મે 20129 88596જૂન 20124 88636જુલાઈ 20122 88728ઓગસ્ટ 20121 88823સપ્ટેમ્બર 20120 88958એનએસએફએ (NFSA) કેટેગરીમહિનો રેશનકાર્ડ લાભાર્થીએપ્રિલ 142664 589187મે 142999 591361જૂન 143309 592865જુલાઈ 143698 594874ઓગસ્ટ 144151 597131સપ્ટેમ્બર 144774 599959અંત્યોદય યોજના કેટેગરીમહિનો રેશનકાર્ડ લાભાર્થીએપ્રિલ 5988 22289મે 5988 22289જૂન 5988 22334જુલાઈ 5989 22365ઓગસ્ટ 5990 22397સપ્ટેમ્બર 5999 22437