પેપરના ભાવ વધવા છતાં સિરામિક ઉદ્યોગની કપરી પરિસ્થિતિને ધ્યાને લઇ બોક્સના ભાવ યથાવત રાખવાનો બેઠકમાં લેવાયો નિર્ણયમોરબી અપડેટ : મોરબી પેકેજિંગ એસોસિએશનની એક મહત્વપૂર્ણ બેઠક આજ રોજ યોજાઈ હતી. આ બેઠકમાં કાચા માલના વધતા ભાવ, માર્કેટમાં અટવાયેલા પેમેન્ટ્સ અને વર્તમાન આર્થિક પરિસ્થિતિ અંગે ગંભીર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. એસોસિએશન દ્વારા બાકી પેમેન્ટ વસૂલવા માટે કડક વલણ અપનાવવાનો તેમજ સિરામિક ઉદ્યોગની સ્થિતિને ધ્યાને રાખી બોક્સના ભાવ ન વધારવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે.પેમેન્ટ નહીં ચૂકવનાર એકમો સામે કડક કાર્યવાહીબેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, જે કંપનીઓ પાસે લાંબા સમયથી પેમેન્ટ બાકી છે તેમને 15 દિવસની છેલ્લી મુદત આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન પણ જો પેમેન્ટ ક્લિયર નહીં થાય તો તેવી કંપનીઓને બ્લેકલિસ્ટ જાહેર કરવામાં આવશે. બ્લેકલિસ્ટ થયેલી કંપનીઓને મોરબીની કોઈ પણ બોક્સ બનાવતી કંપની માલ સપ્લાય કરશે નહીં. ખાસ કરીને જે ગ્રાહકો કે કંપનીઓ પાસે 180 દિવસ એટલે કે 6 મહિનાથી પેમેન્ટ અટવાયેલું છે, તેમનું એક ખાસ લિસ્ટ તૈયાર કરી સિરામિક એસોસિએશનને સુપરત કરવામાં આવશે અને ત્યારબાદ તેમને સપ્લાય સંપૂર્ણપણે બંધ કરી દેવાશે.બોક્સના ભાવમાં કોઈ વધારો નહીંપેપર મિલો દ્વારા તાજેતરમાં ભાવ વધારો કરવામાં આવ્યો હોવા છતાં, વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ અને ગેસના વધેલા ભાવના કારણે સિરામિક ઉદ્યોગ હાલ મંદીનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પેકેજિંગ એસોસિએશને બોક્સના ભાવ રાબેતા મુજબ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. મંદી સામે ટકી રહેવા પ્રોડક્શન કાપ પર સહમતિએસોસિએશનના પ્રમુખ પાર્થભાઈ બારૈયા તથા ઉપપ્રમુખ રાજુભાઈ અમૃતિયાએ તમામ સભ્યોને જરૂર પડ્યે એકતા જાળવવા આહ્વાન કર્યું હતું. વર્તમાન મંદી સામે ટકી રહેવા માટે જરૂર પડ્યે અઠવાડિયામાં 2 થી 3 દિવસ પ્લાન્ટ બંધ રાખવા પડે તો પણ બંધ રાખીને પ્રોડક્શન કંટ્રોલ કરવા તમામ સભ્યોએ સર્વસંમતિ દર્શાવી હતી.#Morbi #MorbiNews #MorbiPackagingAssociation #CeramicIndustry #BusinessNews #MorbiUpdate