અર્પિત મહિલા ટ્રસ્ટ અને સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા મહિલા સ્વાવલંબન તાલીમ કેન્દ્રનું આયોજન: તાલીમ બાદ બહેનોને સિલાઈ મશીન અપાશે મોરબી અપડેટ: મોરબીના ઘુટુ રોડ પર નાગબાઈ મંદિર પાસે આવેલ હરિ ઓમ પાર્ક ખાતે અર્પિત મહિલા ટ્રસ્ટ અને સિમ્પોલો ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 'પ્રોજેક્ટ શક્તિ' અંતર્ગત મહિલા સ્વાવલંબન તાલીમ કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ આ કેન્દ્રની વિશેષ મુલાકાત લઈ તાલીમ લઈ રહેલી 101 જેટલી બહેનો સાથે સીધો સંવાદ કર્યો હતો.આ તકે મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે, બહેનોને માત્ર તાલીમ પૂરતી સીમિત ન રાખી, તાલીમ બાદ તેમને રોજગાર અને સ્વરોજગારની તકો સાથે જોડવામાં આવે તે અત્યંત જરૂરી છે. જેથી તેઓ પોતાના પગભર બની પરિવારને આર્થિક રીતે પણ સહયોગ આપી શકે. નોંધનીય છે કે, આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તમામ 101 બહેનોને રોજગારી માટે કિટ સ્વરૂપે સિલાઈ મશીન આપવામાં આવશે, જેથી તેઓ ખરા અર્થમાં આત્મનિર્ભર બની શકે.આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં સિમ્પોલો ફાઉન્ડેશનના એમડી જિગ્નેશ કાકડિયા, મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ અજયભાઈ મારવાણિયા, પારુલ મહિલા પ્રગતિ મંડળના પ્રમુખ રંજનબેન ડી. પડાલિયા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વિશાલભાઈ દેટ્રોજા, અર્પિત મહિલા ટ્રસ્ટના પ્રમુખ જિગ્નેશ ભાયાણી સહિત ઘુટુ ગામના આગેવાનો અને તાલીમકાર બહેનો દિપ્તીબેન, કિંજલબેન તથા પારુલબેન ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થાની 'સશક્ત મહિલા – સશક્ત પરિવાર – સશક્ત સમાજ' ની આ ઉમદા કામગીરીને બિરદાવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #ProjectShakti #WomenEmpowerment #KantibhaiAmrutiya #SelfReliantWomen #MorbiCeramic