“કાનાભાઈને કહી દઈશ” તેવુ મહિલાએ કર્મચારીને ફોન પર કહ્યું, મોરબી અપડેટનો આ વીડિયો બાદ મંત્રી ખુદ સ્થળ પર પહોંચ્યા, ત્યાંથી જ કમિશનરને કડકાઇ દાખવવા ટકોર કરીમોરબી અપડેટ : મોરબીમાં લીલું વેચતા નાના ધંધાર્થીઓ પાસેથી મહાપાલિકાના કર્મચારીઓ દ્વારા ઉઘરાણા કરવામાં આવતા હોવાના આક્ષેપો થયા હતા. આ આક્ષેપો સાથે મહિલાએ પોતાની રજૂઆત કરતા સમયે “હું કાનાભાઈને કહી દઈશ” તેવો ઉલ્લેખ કર્યો હતો. જેનો વિડીયો મંત્રી કાંતિલાલ સુધી પહોંચતા તેઓ પોતે આ મહિલાને તેના સ્થળ પર મળવા પહોંચ્યા હતા અને તેમના પ્રશ્નનું નિરાકરણ લાવ્યું હતું.શુ હતી સમગ્ર ઘટના ?ઘુનડા ગામના રહેવાસી અને ત્રાજપર ચોકડી પાસે લીલું વેચતા ભાવનાબેન સહિતના નાના ધંધાર્થીઓ ગઈકાલે કમિશનરને રજુઆત કરવા પહોંચ્યા હતા. તેઓના જણાવ્યા અનુસાર, આનંદભાઈ નામનો વ્યક્તિ અને તેના સાગરીતો છેલ્લા 1 થી 1.5 વર્ષથી અવારનવાર આવીને 100, 200 કે 500 રૂપિયાની માંગણી કરે છે. તાજેતરમાં જ ભાવનાબેન પાસે 500 રૂપિયાની માંગણી કરી તેમની પાસેથી બળજબરીપૂર્વક 250 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા અને બાકીના પૈસા માટે ધમકી આપવામાં આવી હતી. આ રજુઆત પૂર્વે તેઓએ મીડિયા સમક્ષ એ કર્મચારીને ફોન કર્યો હતો. જેમાં તેઓએ કર્મચારીને એવું કહ્યું હતું કે હું કાનાભાઈને ફરિયાદ કરીશ. આ વીડિયો મોરબી અપડેટના માધ્યમથી મંત્રી કાંતિલાલ સુધી પહોંચતા તેઓએ તુરંત એક્શન લીધા છે.મંત્રીએ રૂબરૂ જઈને સાંભળી રજૂઆત વાયરલ થયેલો આ વિડીયો મંત્રી કાંતિભાઈ અમૃતિયા સુધી પહોંચતા તેઓ આજે ખુદ સ્થળ પર મહિલાને અને અન્ય નાના ધંધાર્થીઓને મળવા પહોંચ્યા હતા. રોજનું કમાઈને પરિવારનું ગુજરાન ચલાવતા આ નાના વેપારીઓની સમસ્યા મંત્રીએ સ્થળ પર જઈને રૂબરૂ સાંભળી હતી અને તેમની પડખે ઉભા રહીને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી.કમિશનરને આકરા આદેશ અને પૈસા પરત અપાવવા સૂચના મહિલાઓ અને વેપારીઓની રજૂઆતને ગંભીરતાથી લઈને કાંતિભાઈ અમૃતિયાએ કમિશનરને સ્થળ પરથી જ કડક સૂચના આપી છે કે ગરીબ વેપારીઓ પાસેથી ઉઘરાણા કરતા કસૂરવાર કર્મચારીને તાત્કાલિક અસરથી ઘરભેગો કરવામાં આવે. આ સાથે જ, જો કોઈપણ ધંધાર્થી પાસેથી ગેરરીતે પૈસા લેવામાં આવ્યા હોય તો તે પૈસા પણ તાકીદે પરત અપાવવાની કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મંત્રીએ કમિશનરને કડકાઈ દાખવવાની પણ ટકોર કરી હતી. #Morbi #MorbiUpdate #MorbiNews #KantibhaiAmrutiya #Gujarat #GujaratNews #LocalNews