જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગના બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈમોરબી અપડેટ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા કાર્યના 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અન્વયે મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણથી વંચિત રહેલા અને ફરીથી શિક્ષણમાં જોડાયેલા બાળકોને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા પંચાયત, મોરબી ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લામાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા માધ્યમિક વિભાગના 10 અને પ્રાથમિક વિભાગના 10 મળી કુલ 20 બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. બાળકોને પ્રોત્સાહિત કરવા તેમજ તેમનો આત્મવિશ્વાસ વધારવા માટે મહાનુભાવોના હસ્તે તેમને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. શિક્ષણથી વંચિત બાળકોને મુખ્ય ધારામાં લાવી તેઓ સતત શિક્ષણ સાથે જોડાયેલા રહે તેવો સંદેશ આ કાર્યક્રમ થકી આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, કારોબારી અધ્યક્ષ મનીષભાઈ કાંજીયા, જિલ્લા શિક્ષણ સમિતિના સદસ્ય પ્રફુલાબેન મેરજા, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ, જિલ્લા શિક્ષણાધિકારી કે. એમ. મોતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન. એ. મહેતા અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ. બી. ગાંભવા ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, સમગ્ર શિક્ષા મોરબી કચેરીનો સ્ટાફ, જિલ્લા પંચાયત શિક્ષણ શાખાના કર્મચારીઓ, બીઆરસી/સીઆરસી કો-ઓર્ડિનેટરો અને વિવિધ શિક્ષક સંઘોના હોદ્દેદારો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રવીણભાઈ ભોરણીયાએ કર્યું હતું.#Morbi #MorbiUpdate #Education #SevaSankalpAbhiyan #Gujarat #StudentMotivation #BackToSchool