રવાપર, મહેન્દ્રનગર અને ત્રાજપર સહિતના વિસ્તારોમાં ડબલ ટેક્સ ઉઘરાવાતો હોવાની મેયરને લેખિત રજૂઆતમોરબી અપડેટ મોરબીના રવાપર, મહેન્દ્રનગર, ત્રાજપર, શક્ત શનાળા અને અન્ય સોસાયટીઓમાં વસતા મકાન માલિકો પાસેથી વધારે ટેક્સ વસૂલવામાં આવતો હોવા મુદે મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મેયરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, મોરબીના ગ્રામ્ય વિસ્તારો રવાપર, મહેન્દ્રનગર, ત્રાજપર અને શક્ત શનાળાનો વર્ષ 2025 થી મોરબી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રાજપરના સર્વેમાં આવતી ફ્લોરા હોમ્સ, નટવર પાર્ક, વૃંદાવન પાર્ક તેમજ મહેન્દ્રનગરની તમામ સોસાયટીઓના રહીશોએ વર્ષ 2025 સુધીનો હાઉસ ટેક્સ જે તે ગ્રામ પંચાયતોમાં ભરી દીધો છે. તેમ છતાં, આ રહીશોને અગાઉ ક્યારેય જાણ કરવામાં આવી ન હતી કે તેઓ વર્ષ 2013 થી મોરબી નગરપાલિકાની હદમાં આવે છે.હાલમાં મહાનગરપાલિકા દ્વારા મકાનધારકોને ટેક્સ ન ભરવા પર પીવાના પાણી અને ગટરના કનેક્શન કાપી નાખવાની ધમકીઓ આપીને આકરા વેરાની ઉઘરાણી કરવામાં આવી રહી છે. આ દબાણ હેઠળ મિલકત ધારકો પાસેથી આશરે રૂપિયા 45000 કે તેની આજુબાજુની રકમ વસૂલવામાં આવી રહી છે. ગ્રાહકોની સ્પષ્ટ માંગણી છે કે મહાનગરપાલિકા 2025 માં અસ્તિત્વમાં આવી હોવાથી ટેક્સ પણ 2025 થી જ વસૂલવો જોઈએ. વર્ષ 2025 સુધીનો ટેક્સ ગ્રામ પંચાયતને ચૂકવાઈ ગયો હોવા છતાં, વર્ષ 2013 થી ગણતરી કરીને મહાનગરપાલિકા દ્વારા જે ઉંચો વેરો વસૂલવામાં આવ્યો છે તે ગ્રાહકોને પરત મળવો જોઈએ તેવી માંગ સાથે મેયરને ત્વરિત અને યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું છે.#MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #TaxIssue #ConsumerProtectionBoard #Morbi #MorbiCity #GujaratNews