પ્રથમવાર 3.99% વેરીએબલ સરચાર્જ નખાતા સૌરાષ્ટ્ર-કચ્છના 62.50 લાખ જેટલા ગ્રાહકો પર બીલનું ભારણ વધશેમોરબી અપડેટ : જીવનજરૂરી વસ્તુઓના ભાવ વધ્યા બાદ હવે વીજળી પણ મોંઘી બની છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા ફ્યુઅલ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ સરચાર્જ (FPPAS) માં યુનિટ દીઠ 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાને કારણે વીજ ગ્રાહકોના માસિક બિલમાં અંદાજે 7 ટકા જેટલો ઉછાળો જોવા મળશે.GUVNL ના જનરલ મેનેજર દ્વારા ગત 3 સપ્ટેમ્બરના રોજ પરિપત્ર બહાર પાડીને નવી સૂચના આપવામાં આવી છે. જે મુજબ નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ક્વાર્ટરનો આ નવો FPPAS ચાર્જ 1 જુલાઈથી વસૂલવાનો આદેશ અપાયો છે. અગાઉ એપ્રિલ 2026 થી બેઝ FPPAS 2.30 રૂપિયા અને વેરીએબલ 0.00% વસૂલવામાં આવતો હતો. હવે નવા નિયમ મુજબ બેઝ FPPAS 2.45 રૂપિયા અને પ્રથમ વખત વેરીએબલ FPPAS 3.99% લેવામાં આવશે. આ 3.99% નો વેરીએબલ ચાર્જ એનર્જી ચાર્જ, બેઝ FPPAS અને ફિક્સ કે ડિમાન્ડ ચાર્જ પર લાગુ પડશે.નવા ભાવ વધારામાંથી માત્ર ખેતીવાડી વપરાશવાળા ગ્રાહકોને મુક્તિ આપવામાં આવી છે, કારણ કે સરકાર વીજ કંપનીઓને તેના માટે સબસિડી ચૂકવે છે. પરંતુ સામાન્ય ઘરવપરાશ, કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ ગ્રાહકોને આ વધારાનો સીધો સામનો કરવો પડશે. અંદાજ મુજબ, 250 થી 300 યુનિટ વાપરતા ગ્રાહકોનું બિલ જે અગાઉ 1500 રૂપિયા આસપાસ આવતું હતું, તે હવે સરચાર્જ અને ફ્યુઅલ ચાર્જના વધારા સાથે 1605 રૂપિયાની આસપાસ પહોંચી જશે. આ કારણે ગ્રાહકોના દર મહિનાના વીજ બિલમાં 150 થી 300 રૂપિયાનો વધારો નોંધાશે. GUVNL દ્વારા રાજ્યની ચારેય વીજ કંપનીઓ PGVCL, MGVCL, UGVCL અને DGVCL ને આ અંગે તાત્કાલિક અસરથી પરિપત્ર લાગુ કરવા સૂચના અપાઈ છે.મોરબી સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ગ્રાહકો પર આર્થિક બોજઆ નિર્ણયથી સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 62,59,677 વીજ ગ્રાહકોને સીધી અસર થશે. જેમાં મોરબી જિલ્લાના 3,93,095 ગ્રાહકોના ખિસ્સા પર પણ સીધું ભારણ વધશે. આ ઉપરાંત રાજકોટ સિટીના 6,62,046 અને રાજકોટ ગ્રામ્યના 7,32,575 ગ્રાહકો પર પણ આ વધારાનો આર્થિક બોજ પડશે.#MorbiUpdate #MorbiNews #GujaratNews #ElectricityBill #GUVNL #PGVCL #PriceHike #GujaratPower #LatestNews