પિતાએ અન્ય કારખાનામાં મજૂરી કામ કરવા જવાનું કહેતા યુવતીને માઠું લાગ્યુંહળવદ : હળવદ તાલુકાના દેવપુર (સુખપર) ગામે રહેતી યુવતી પિતાની ગાડી સાથે કારખાનામાં મજૂરી કામ કરતી હોય જેમાં પિતાએ જુના કારખાનામાં કામ કરવા જવાના બદલે નવા કારખાનામાં કામે જવાનું કહેતા યુવતીએ જુના કારખાને જ કામ કરવા જવાનું કહેતા પિતાએ આપેલા ઠપકા બાદ યુવતીને મનમાં લાગી આવતા પોતાના ઘેર બાથરૂમમાં ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દેવપુર ગામે રહેતા ભરતભાઇ લાલજીભાઇ દેખાવાડિયા અલગ અલગ કારખાનામાં ગાડીના ફેરા કરતા હોય તેમની પુત્રી દિવ્યા ભરતભાઇ દેખાવાડિયા ઉ.18 પણ પિતા સાથે કારખાનામાં મજૂરી કામે જતી હતી.દરમિયાન ભરતભાઈએ દિવ્યા જે કારખાનામાં કામ કરતી હતી તેને બદલે અન્ય કારખાનામાં મજૂરી કામે મોકલી હતી.જો કે, દિવ્યએ પોતાના પિતાને જુના કારખાને જ કામે જવાનું કહેતા પિતા ભરતભાઈએ સમજાવી ઠપકો આપતા દિવ્યાને મનોમન લાગી આવતા ગત તા.17ના રોજ પોતાના ઘેર બાથરૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.