'સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ' ની થીમ સાથે આગામી 21 સપ્ટેમ્બરના રોજ કન્યા પ્રાથમિક શાળા ખાતે આયોજન: વિવિધ રોગોની સારવાર અપાશે મોરબી અપડેટ: આગામી 23 સપ્ટેમ્બરના રોજ '11માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ'ની ઉજવણી કરવામાં આવનાર છે. આ વર્ષે આયુર્વેદ દિવસની થીમ 'સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ' રાખવામાં આવી છે. આ ઉજવણી અંતર્ગત નિયામક આયુષ-ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી-મોરબીના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ 21/09/2026 ના રોજ મોરબીની ઘનશ્યામપુર કન્યા પ્રાથમિક શાળા ખાતે વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ નિદાન અને સારવાર કેમ્પ 21 સપ્ટેમ્બરના રોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી યોજાશે. આ કેમ્પમાં મળ માર્ગના રોગોની વિશિષ્ટ આયુર્વેદ સારવાર, ચામડીના રોગો અને એલર્જીની હોમિયોપેથી સારવાર, પાચનતંત્રની તકલીફો, જૂનો વા, સાંધા તથા મણકાના દુખાવા, તેમજ મેદસ્વિતા, કોલેસ્ટ્રોલ, થાઈરોઈડ, સુગર અને બીપી જેવા જીવનશૈલીજન્ય રોગોની મૂળગામી સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત ખીલ, અકાળે વાળ ખરવા કે સફેદ થવા જેવી સૌંદર્ય સમસ્યાઓનું પણ સમાધાન પૂરું પાડવામાં આવશે.મોરબી જિલ્લાની સર્વે જનતાને આ નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે આયુષ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #AyurvedaDay #AyushCamp #FreeMedicalCamp #Ghanshyampur #HealthCare #Homeopathy