મોરબી : મોરબી તાલુકાના બરવાળા ગામ નજીક ગઈકાલે સાંજના સમયે વિજયભાઈ નારણભાઇ રાઠોડ ઉ.45 નામના યુવક રેલવેના પાટા પર ચાલીને જતા હતા ત્યારે ટ્રેન હડફેટે આવી જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.