રાત્રે માળીયા મિયાણામાં અને સવારે વાંકાનેરમાં મેઘાનું રૌદ્ર રૂપ જોવા મળ્યુંમોરબી : મોરબી જિલ્લામાં આજે વહેલી પરોઢથી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હોવાના અહેવાલો સાપડી રહ્યા છે.જેમાં ગઈકાલે રાત્રે 12 વાગ્યા બાદ માળીયા મિયાણા પંથકમાં મેઘરાજાએ સવા પાંચ ઈંચ વરસાદ વરસાવવાની સાથે આજે વહેલી સવારે વાંકાનેરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસાવ્યો હતો.મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર આંકડા મુજબ ગતરાત્રીના બાર વાગ્યા બાદ મોરબી જિલ્લામાં વરસાદ શરૂ થયો હતો જેમા આજે સવારે 8 વાગ્યા સુધીમાં માળીયા મિયાણામાં 131 મીમી એટલે કે, સવા પાંચ ઈંચ, મોરબી તાલુકામાં કુલ 17 મીમી,ટંકારા તાલુકામાં 41 મીમી, વાંકાનેર તાલુકાનાં 87 મીમી વરસાદ વરસ્યો હતો.જો કે, હળવદ તાલુકામાં ગતરાત્રીના 19 મીમી વરસાદ વરસ્યો હતો. હજુ પણ મેઘાવી માહોલ યથાવત હોય સારા વરસાદની શકયતા છે.શુક્રવારે સવારે 6થી 8 વાગ્યાના સમયગાળામાં વરસાદમોરબી 10 મીમીમાળીયા 00 મીમીટંકારા 38 મીમીવાંકાનેર 50 મીમીહળવદ 19 મીમીગુરુવારે સવારે 6થી શુક્રવારે 6 સુધીનો વરસાદમોરબી 07 મીમીમાળીયા 131 મીમીટંકારા 03મીમીવાંકાનેર 37મીમીહળવદ 00 મીમી