મહાપાલિકાની અણધણ કામગીરી, માત્ર અડધો ઇંચ વરસાદમાં જ વેટમિક્સ ધોવાયું : રસ્તા વચ્ચે વેટમિક્સનો ઢગલો કરી દેવાતા અડધો રોડ 2 દિવસથી બંધ મોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકામાં ‘અંધેરી નગરી ને ગંડુ રાજા’ જેવો વહીવટ ચાલી રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. 2 દિવસ પહેલાં જ ભડિયાદ રોડ પર પડેલા મોટા ખાડા પૂરવા માટે વેટમિક્સ નાખવામાં આવ્યું હતું. પરંતુ યોગ્ય કામગીરીના અભાવે માત્ર 2 દિવસમાં જ આ વેટમિક્સ ધોવાઈ ગયું છે અને રસ્તા પર ફરીથી મસમોટા ખાડા પડી ગયા છે.રસ્તા વચ્ચે વેટમિક્સનો ઢગલો ખડકી દેવાયોભડિયાદ રોડ પર 2 દિવસ પહેલાં વાહનો ભરીને વેટમિક્સ લાવવામાં આવ્યું હતું, પરંતુ તેને ખાડાઓમાં યોગ્ય રીતે પાથરવાને બદલે રસ્તાની વચ્ચે જ મોટો ઢગલો કરી દેવામાં આવ્યો છે. જેના પરિણામે છેલ્લા 2 દિવસથી અડધો રસ્તો બંધ હાલતમાં છે અને વાહનચાલકોને માત્ર એક જ તરફના રસ્તા પરથી પસાર થવાની ફરજ પડી રહી છે. આડેધડ પડેલા આ ઢગલાને લીધે અકસ્માતનો ભય પણ તોળાઈ રહ્યો છે.રોલર ફેરવ્યા વગર વેઠ ઉતારી, 240 ટ્રક વેટમિક્સ પાણીમાં ગયુંઆજે પડેલા માત્ર અડધો ઇંચ વરસાદમાં જ ભડિયાદ રોડ પર ઠેર-ઠેર ખાડા ઉપસી આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વેટમિક્સ નાખ્યા બાદ તેનું યોગ્ય લેવલિંગ કરવામાં આવ્યું નહોતું કે તેના પર રોલર પણ ફેરવવામાં આવ્યું નહોતું. મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં ખાડા પૂરવા માટે અંદાજે 240 જેટલા ટ્રક વેટમિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ ગુણવત્તા વગરની કામગીરીને કારણે આ તમામ ખર્ચ અને સામગ્રી પાણીમાં વહી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર 2 દિવસમાં જ રસ્તો ફરી 'જેસે થે' થઈ જતાં મહાપાલિકાના તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMahanagarpalika #BhadiyadRoad #RoadDamage #MonsoonIssue