નીચાણ વાળા ગામોના લોકોને નદીના પટમાં ન જવા સૂચનામોરબી અપડેટ : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબનું પાણી ભરાઈ ગયું છે. હાલમાં આ ડેમ 100% ભરાઈ ચૂક્યો છે. ડેમમાં પાણીની આવક સતત ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઈ છે. સવારે 08:00 કલાકે ડેમમાં 311 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી, જેની સામે ડેમનો 1 દરવાજો 4 ઇંચ ખોલીને 322 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિકારી અને અધિક્ષક ઈજનેર દ્વારા મોરબી અને માળિયા (મીં) તાલુકાના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા તમામ સંબંધિત ગામોને તકેદારીના પગલાં લેવા તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાસમાં આવતા કુલ 21 ગામોને એલર્ટ કરાયા છે. જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા ગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, માળિયા(મીં) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા(મીં), હરીપર અને ફતેપર ગામના લોકોને પણ સાવચેત રહેવા જણાવાયું છે.#MorbiUpdate #Machhu3 #DamAlert #Morbi #Maliya #GujaratRain #MorbiNews