તળાવ નજીક BSNL ટાવર પાસે બનેલી ઘટના; PGVCLમાં રજૂઆત છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નહિમોરબી અપડેટ: મોરબી નજીક આવેલા જેતપર ગામમાં તળાવ પાસે અને BSNL ટાવરની બાજુમાં આજે સવારે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. અહીં આવેલા ઇલેક્ટ્રિક થાંભલાની 11KV ની ખુલ્લી જીવંત લાઈનનો કરંટ લાગવાથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજ્યું છે. આ વિસ્તાર જંગલ જેવો હોવાથી અને ઘણા વૃક્ષો હોવાથી અહીં અસંખ્ય પક્ષીઓનો વસવાટ રહેલો છે. ઘટના બાદ પણ કરુણ રીતે મોરનો મૃતદેહ થાંભલા પર વાયરો વચ્ચે લટકી રહ્યો છે.આ ઘટના અંગે સ્થાનિક જાગૃત નાગરિક પ્રકાશભાઈ પીઠમલ દ્વારા તંત્રને તુરંત જ જાણ કરવામાં આવી હતી. તેઓએ PGVCLમાં વિડીયો સાથે ઈમેલ કરીને લેખિત રજૂઆત કરી હતી અને ટોલ-ફ્રી કોલ સેન્ટરમાં પણ ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી. પરંતુ અત્યંત ખેદની વાત એ છે કે, આટલી રજૂઆતો કરવા છતાં PGVCL દ્વારા હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. હજુ પણ આ ખુલ્લા વાયરોમાં પાવર ચાલુ જ છે, જે અન્ય પક્ષીઓ અને જીવો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.સ્થાનિકો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે પક્ષીઓના વસવાટ વાળા આ વિસ્તારમાં તાત્કાલિક પ્લાસ્ટિક કેબલ (કવર વાળા વાયર) નાખવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ નિવારી શકાય. આ ઉપરાંત, વનવિભાગ દ્વારા પણ આ ગંભીર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #Jetpar #PGVCL #NationalBird #Peacock #ElectricityNegligence #SaveBirds #GujaratNews #MorbiNews