મોરબી અપડેટ : મોરબી શહેરમાં પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધીક્ષક મોરબીની સૂચનાના આધારે ચોરીના બનાવો અટકાવવા અને અન-ડિટેક્ટ ગુનાઓ શોધવા માટે ચાલી રહેલી કામગીરી દરમિયાન એસ.ઓ.જી. મોરબી ટીમે પરા બજાર મેઈન રોડ પર આવેલ એક મોબાઈલ દુકાનમાંથી અલગ-અલગ કંપનીના ૪૦ મોબાઈલ ફોન કબ્જે કરી દુકાનધારકને પકડી પાડ્યો છે.દુકાનમાં તપાસ દરમિયાન બિલ કે આધાર-પુરાવા રજૂ ન કરી શક્યો દુકાનધારકપોલીસ ઈન્સ્પેક્ટર એસ.ઓ.જી. મોરબીના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે મોરબી નગર દરવાજા ચોક પાસે આવેલ શ્રી ખેતેશ્વર મોબાઈલ દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન દુકાનમાંથી અલગ-અલગ કંપનીના ૪૦ મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેના બિલ કે આધાર-પુરાવા વિશે પૂછતાં દુકાનધારકે સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને પોતાની પાસે કોઈ પુરાવા ન હોવાનું જણાવ્યું હતું. જેથી આ મોબાઈલ ફોન ચોરી કે છળકપટથી મેળવવામાં આવ્યા હોવાની શંકાના આધારે બી.એન.એસ.એસ. કલમ-૧૦૬(૧) મુજબ કબ્જે લેવામાં આવ્યા હતા અને દુકાનધારકને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)(ઈ) મુજબ ધોરણસર અટક કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.ઝડપાયેલ આરોપીની ઓળખ દિનેશભાઈ ભમરારામ પુરોહિત તરીકે થઈ છે, જે હાલ લક્ષ્મીનગર સામે ટ્રાન્સપોર્ટ નગરમાં શિવશક્તિ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં તા.જી.મોરબી રહે છે અને મૂળ દેવરા, તા.સાચોર, જિ.જાલોર, રાજસ્થાનનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી અલગ-અલગ કંપનીના ૪૦ મોબાઈલ ફોન કિંમત રૂ.૨,૦૦,૦૦૦/- જેટલો મુદ્દામાલ કબ્જે કર્યો છે.