વાંકાનેર : વાંકાનેર શહેરના આંબેડકર નગર વિસ્તારમાં રહેતા દેવજીભાઈ હરિભાઈ ચાવડા ઉ.52 નામના આધેડ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર એસિડ પી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.