વાડી પાસે બાવળના કાંટમાંથી 215 ચપલા જપ્ત કરાયા, આરોપી ફરાર ટંકારા (મોરબી અપડેટ): ટંકારા તાલુકાના રાજાવડ ગામની સીમમાંથી ટંકારા પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની વાડી પાસે આવેલ બાવળની કાંટમાંથી 27 હજારથી વધુની કિંમતનો દારૂ કબ્જે કરી ફરાર આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે રાજાવડ ગામનો રાહુલભાઈ વનરાજભાઈ બાલાસરા પોતાની વાડીની બાજુમાં પડતર જગ્યામાં બાવળની કાંટમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી હતી.રેઇડ દરમિયાન આરોપી રાહુલભાઈ સ્થળ પર હાજર મળ્યો ન હતો, પરંતુ બાવળની કાંટમાં સંતાડેલા ખાખી પૂંઠાના બોક્સમાંથી કંપની શીલપેક ચપલા મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા 27,950 ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરી ફરાર આરોપી રાહુલભાઈ વનરાજભાઈ બાલાસરા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ જેશભાઈ નથુભાઈ કણજરીયા ચલાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Tankara #Rajavad #Prohibition #LiquorSeized #CrimeNews #TankaraPolice