ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ વર્ષાબેન આદ્રોજા માટે રક્તદાતા જયદીપભાઈ અઘેરાએ મોડી રાત્રે રક્તદાન કરી જીવ બચાવ્યોમોરબી અપડેટ: 'રક્તની જરૂરિયાતમાં, માનવતાનો સહારો' સૂત્રને સાર્થક કરતા મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન સંચાલિત 'પ્રોજેક્ટ રક્તસેતુ' દ્વારા વધુ એક જરૂરિયાતમંદ દર્દી માટે સમયસર રક્તની વ્યવસ્થા કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેલા વર્ષાબેન અમૃતલાલ આદ્રોજા માટે અતિ દુર્લભ ગણાતા 'AB Negative' (AB-) બ્લડની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી.તબીબી વિજ્ઞાન મુજબ AB Negative બ્લડ ગ્રૂપ 'Rare of the Rare' કેટેગરીમાં આવે છે, જે દર 1000 લોકોમાંથી માત્ર 2 કે 3 વ્યક્તિઓમાં જ જોવા મળે છે. સામાન્ય રીતે બ્લડ બેંકોમાં પણ આ ગ્રૂપ સરળતાથી ઉપલબ્ધ હોતું નથી. આ કપરી પરિસ્થિતિમાં દર્દીના પરિવાર દ્વારા મોડી રાત્રે યુવા શક્તિ ફાઉન્ડેશનની હેલ્પલાઇન પર સંપર્ક કરી મદદ માંગવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને હેલ્પલાઇન એડમિન ટીમે તુરંત જ ફાઉન્ડેશનના સક્રિય સભ્ય જયદીપભાઈ અઘેરાનો સંપર્ક કર્યો હતો.જયદીપભાઈએ જરાય વિલંબ કર્યા વગર મોડી રાત્રે મોરબીની સંસ્કાર બ્લડ બેંક પહોંચીને પોતાનું કિંમતી 'AB Negative' રક્ત દાન કર્યું હતું. સમયસર રક્ત મળી રહેતાં દર્દીની સારવાર યોગ્ય રીતે આગળ વધી શકી હતી, જેના પગલે આદ્રોજા પરિવારે રક્તદાતા જયદીપભાઈ અઘેરા તેમજ યુવા શક્તિ ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.યુવા શક્તિ ફાઉન્ડેશન મોરબી દ્વારા 'હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન' મુહિમ ચલાવવામાં આવે છે. સંસ્થા દ્વારા જાહેર જનતા અને યુવાનોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ સેવાના આ ભગીરથ કાર્યમાં જોડાઈને કોઈનો જીવ બચાવી 'રિયલ હીરો' બનવા માંગતા હોય, તો ફાઉન્ડેશનની 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરી રક્તદાતા તરીકે નોંધણી કરાવી શકે છે.#Morbi #MorbiUpdate #MorbiNews #BloodDonation #YuvaShaktiFoundation #Humanity #ABNegative #Raktasetu