68 લાખના ખર્ચે લોકભાગીદારીથી 550 મીટર લાંબો રોડ બનશે: મેયર ઉત્તમ સુરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યામોરબી અપડેટ: મોરબી શહેરના વોર્ડ નં. 9 વિસ્તારમાં આવેલ અવની સોસાયટીના રોડના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, ડ્રેનેજ સમિતિના ચેરમેન તથા વોર્ડ નં. 9 ના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયા, ભગવતી કુંડારિયા અને હિરેનભાઈ કરોતરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.અવની સોસાયટીમાં બનનાર આ રોડની લંબાઈ આશરે 550 મીટર રહેશે અને તેના નિર્માણ માટે અંદાજિત રૂ. 68 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ રોડનું કામ લોકભાગીદારીના આધારે હાથ ધરવામાં આવશે. જેમાં રોડના કુલ ખર્ચના 80 ટકા રકમ સરકાર દ્વારા જ્યારે બાકીની 20 ટકા રકમ સોસાયટીના રહીશો દ્વારા આપવામાં આવશે.વોર્ડ નં. 9 વિસ્તારમાં મહત્વપૂર્ણ એવા આ રોડના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત થતાં સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી જોવા મળી હતી. રોડનું કામ પૂર્ણ થયા બાદ અવની સોસાયટીના સ્થાનિક રહીશોને કાયમી ધોરણે વધુ સુવિધાયુક્ત અને પાકા માર્ગની સુવિધા ઉપલબ્ધ થશે.#Morbi #MorbiUpdate #MorbiNews #AvaniSociety #RoadDevelopment #KantilalAmrutiya #MorbiMunicipalCorporation