ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવામાં આવશે, મોરબી અને માળિયા તાલુકાના ગામોના લોકોને નદીના પટમાં ન જવા તંત્રની સૂચનામોરબી અપડેટ : મોરબી તાલુકાના જિકિયાળી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ સિંચાઈ યોજના (ડેમ) માં રૂલ લેવલ મુજબનું 90% પાણી ભરાઈ ગયું છે. ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઈ છે. જેને પગલે તારીખ 18/09/2026 ના રોજ સિંચાઈ વિભાગ દ્વારા ચેતવણી સંદેશ જારી કરી નિચાણવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.સિંચાઈ વિભાગની સત્તાવાર માહિતી મુજબ, રાત્રે 7 કલાકની સ્થિતિએ ડેમમાં 333 ક્યુસેક પાણીનો ઇનફ્લો ચાલુ છે. ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે તેવી સ્થિતિ હોવાથી વહીવટી તંત્ર દ્વારા નિચાણવાસમાં આવતા મોરબી અને માળિયા (મિયાણા) તાલુકાના કુલ 10 ગામોને સાવચેત રહેવા જણાવાયું છે. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે.*એલર્ટ કરાયેલા ગામોની યાદી* મોરબી તાલુકાના 7 ગામો: જિકિયાળી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર (મચ્છુ) અને રાપર.* માળિયા (મિયાણા) તાલુકાના 3 ગામો: સુલતાનપુર, માણાબા અને ચિખલી.#Morbi #MorbiUpdate #MorbiNews #GhodadhroiDam #MonsoonAlert #DamOverflow #MorbiTaluka #MaliyaTaluka #GujaratRain