6 થી 7 ફૂટ ઊંડા પાણી ભરેલા ખાડામાં બેરિકેડ લગાવવા માંગ: તંત્ર પગલાં નહિ લે તો સ્થાનિકો જાતે ખાડા બૂરી દેશે તેવી ચીમકીમોરબી અપડેટ: મોરબી-કંડલા હાઈવે પર આવેલી 'ધ ફર્ન હોટલ' સામે સિવરેજ (ગટર) લાઈન કે અન્ય લાઇન નાખવા માટે 6 થી 7 ફૂટ ઊંડા ખાડા ખોદીને એમનેમ ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે. હાલ આ ખુલ્લા ખાડાઓમાં પાણી ભરાઈ ગયું છે અને ત્યાં કોઈ પણ પ્રકારના બેરિકેડ કે સુરક્ષાના બોર્ડ મૂકવામાં આવ્યા નથી. હાઈવે પર સતત ભારે વાહનોની અવરજવર રહેતી હોવાથી આ પાણી ભરેલા ખાડામાં ખાબકીને કોઈ વાહન ગંભીર અકસ્માતનો ભોગ બની શકે તેવી શક્યતા છે.આ ઘોર બેદરકારીને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ ખાડાઓને ફરતે બેરિકેડ લગાવી સુરક્ષિત કરવામાં નહીં આવે અથવા તેને યોગ્ય રીતે પૂરવામાં નહીં આવે, તો લોકોના જીવ બચાવવા સ્થાનિકો જાતે જ JCB મશીન લાવીને આ જીવલેણ ખાડાઓને બૂરી દેશે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiKandlaHighway #PublicSafety #LocalIssue #OpenPits #CivicIssue