અકસ્માત સર્જીને બાઇક ચાલક ફરાર: રાજકોટમાં સારવાર દરમિયાન 70 વર્ષીય વૃદ્ધે દમ તોડ્યોવાંકાનેર (મોરબી અપડેટ): વાંકાનેર શહેરની પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ સામે ગત 15 સપ્ટેમ્બર 2026 ના રોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડ ક્રોસ કરી રહેલા જાલી ગામના 70 વર્ષીય વૃદ્ધ અમરશીભાઈ ભલાભાઇ ખમાણીને પૂરપાટ ઝડપે આવતા એક મોટરસાયકલ (GJ-03-PQ-5020) ના ચાલકે હડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માત સર્જીને મોટરસાયકલ ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.અકસ્માતમાં વૃદ્ધ અમરશીભાઈને જમણા હાથ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક પ્રથમ વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલમાં અને ત્યારબાદ મગજની વધુ સારવાર અર્થે રાજકોટની ઓમેગા પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગત 17 સપ્ટેમ્બર 2026 ના રોજ તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પુત્ર નવઘણભાઇ અમરશીભાઈ ખમાણી (ઉ.વ. 27) દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીને પકડી પાડવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખીમા હાજા ભોચીયાએ વધુ તપાસ હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Wankaner #AccidentNews #HitAndRun #WankanerCityPolice #GujaratPolice