અજાણ્યા શખ્સો પાછળની બારીની ગ્રીલ કાપી 268 મીટર કેબલ વાયર ચોરી ગયા: માળીયા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદમાળીયા (મિ.): માળીયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામના પાટિયા સામે આવેલી બંધ ઓઇલ મીલમાંથી અજાણ્યા તસ્કરો 1,98,930 રૂપિયાની કિંમતના કોપર કેબલ વાયરની ચોરી કરી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે કારખાનેદારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ માળીયા મીંયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.મોરબીના એસ.પી. રોડ પર રહેતા અને ખાખરેચી પાસે 'પરીમલ એગ્રો' નામની ઓઇલ મીલ ધરાવતા પરીમલભાઈ ભુપતભાઈ મણવર (ઉ.વ. 47) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, મજૂરોની અછત અને જન્માષ્ટમીના તહેવારને કારણે ગત 25 ઓગસ્ટ 2026 થી તેમની ઓઇલ મીલ બંધ હતી. ગત 17 સપ્ટેમ્બર 2026 ના રોજ કારીગરો પરત આવતા તેઓ મીલ પર ગયા હતા. ત્યારે સેડમાં તપાસ કરતા પાછળના ભાગે આવેલી બારી ખુલ્લી હતી અને તેની લોખંડની ગ્રીલ કોઈ તીક્ષ્ણ હથિયારથી કાપી નાખવામાં આવી હતી.તસ્કરોએ મીલમાં પ્રવેશ કરી ઇલેક્ટ્રિક મોટર તથા પેનલને જોડતા અલગ-અલગ ગેજના આશરે 268 મીટર લાંબા કોપર કેબલ વાયર કાપીને ચોરી કરી હતી. આ 268 મીટર વાયરની અંદાજિત કિંમત 1,98,930 રૂપિયા થાય છે. આ બનાવ અંગે માળીયા પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MaliyaMiyana #Khakhrechi #CrimeNews #Theft #GujaratPolice