ચેકની ડબલ રકમ એટલે કે 6 લાખ રૂપિયા 9 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશમોરબી અપડેટ : મોરબીમાં મિત્રતાના સંબંધમાં હાથઉછીના લીધેલા 3,00,000 રૂપિયાનો ચેક બાઉન્સ થતા કોર્ટે આરોપીને 2 વર્ષની સજા ફટકારી છે. સાથે ચેકની ડબલ રકમ એટલે કે 6 લાખનો દંડ અને 9 ટકા વ્યાજ સહિતની રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના રાણાભાઈ કાનાભાઈ સોઢીયા પાસેથી વિનોદભાઈ કાનજીભાઈ ચાવડાએ મિત્રતાના સંબંધ દાવે 3,00,000 રૂપિયા હાથઉછીના લીધા હતા. આ રકમ પરત આપવા માટે વિનોદભાઈએ રાણાભાઈ કાનાભાઈને 3,00,000 રૂપિયાનો ચેક આપ્યો હતો. જ્યારે રાણાભાઈએ આ ચેક બેંકમાં જમા કરાવ્યો ત્યારે તે પરત ફર્યો હતો. આથી વિનોદભાઈ કાનજીભાઈ ચાવડા સામે રાણાભાઈ કાનાભાઈ સોઢીયાએ મોરબીની અદાલતમાં ફોજદારી કેસ નંબર 9219/2021 થી ચેક રિટર્ન અંગેની ફરિયાદ દાખલ કરી હતી.આ કેસ અદાલતમાં ચાલી જતા, ફરિયાદ પક્ષના વકીલની કાયદાકીય અને ધારદાર દલીલો તેમજ પડેલ પુરાવાઓને ધ્યાને લઈને મોરબીની અદાલતે તારીખ 16/9/2026 ના રોજ ચુકાદો આપ્યો હતો. નામદાર કોર્ટે આરોપી વિનોદભાઈ કાનજીભાઈ ચાવડાને 2 વર્ષની સજા ફટકારી છે. આ ઉપરાંત, ચેકની ડબલ રકમ એટલે કે 6 લાખનો દંડ અને 9 ટકા વ્યાજ સહિતની રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે. આ કેસમાં ફરિયાદ પક્ષ તરફથી મોરબીના એડવોકેટ અને નોટરી ભાવેશ ડી. ફુલતરીયા તેમજ રાજેશ જે. જોષી રોકાયેલા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #ChequeReturn #MorbiCourt #ChequeBounce #CrimeNewsMorbi #LawAndOrder