ભૂંગળા નાખ્યા બાદ માત્ર મેટલ નાખી દેતા વરસાદમાં પોલાણ સર્જાયું: જેસીબી ટ્રેક્ટર કાઢીને જતું રહ્યું પણ ખાડો ન બૂર્યોમોરબી અપડેટ: મોરબીમાં 'ખાડો ખોદે તે પડે' એ કહેવત સાચી ઠરી હોય તેવો ઘાટ સર્જાયો છે. કન્યા છાત્રાલય રોડ પર તેજસ્વી એમ્પેરિયમ સામેના નાલા પાસે ભૂંગળા નાખવા માટે ખોદવામાં આવેલો ખાડો યોગ્ય રીતે ન બૂરતા તેમાં મોરબી મહાનગરપાલિકાનું ટ્રેક્ટર જ ફસાઈ ગયું હતું.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ જગ્યાએ અગાઉ ભૂંગળા નાખવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ તેને વ્યવસ્થિત બૂરવાને બદલે તેમાં ખાલી મેટલ નાખી દેવામાં આવી હતી. પરિણામે વરસાદ આવતા આ જગ્યા બેસી ગઈ હતી અને રસ્તા પર પોલાણ થયું હતું. જેના કારણે રસ્તા પરથી પસાર થતું પાલિકાનું ટ્રેક્ટર જ ફસાઈ ગયું હતું.આ ફસાયેલા ટ્રેક્ટરને બહાર કાઢવા માટે જેસીબી બોલાવવામાં આવ્યું હતું. જેને આ ખાડો બૂરી દેવા કહ્યું હતું, પરંતુ તેઓ માત્ર ટ્રેક્ટર બહાર કાઢીને ખાડો એમ જ ખુલ્લો મૂકીને ચાલ્યા ગયા હતા. હાલ આ ખાડામાં જો કોઈ કાર કે અન્ય વાહન પસાર થતી વખતે દબાઈ જાય અને ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોયા વગર સત્વરે આ ખાડો યોગ્ય રીતે પૂરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiNagarPalika #CivicIssue #BadRoads #PublicSafety #TractorStuck