મોરબી અપડેટ : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ લેમોરેક્ષ કારખાના પાસેની શોપિંગમાંથી એક મોટરસાયકલની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. બાઇકની આજુબાજુમાં શોધખોળ કર્યા બાદ પત્તો ન લાગતા આખરે ભોગ બનનાર યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભુતરડી ગામના વતની અને હાલ રંગપર ગામની સીમમાં લેમોરેક્ષ કારખાનાની બાજુમાં આવેલ શોપીંગમાં વજાભાઈ ભરવાડની દુકાનમાં ભાડેથી રહીને કેન્ટીનમાં મજૂરી કામ કરતા મેસુભાઈ રમેશભાઈ માવી (ઉ.વ. 24) નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 29/08/2026 ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં તેઓ કામેથી આવીને પોતાના મોટાભાઈના નામનું હીરો કંપનીનું સ્પેલેન્ડર પ્લસ મોટર સાયકલ (રજીસ્ટ્રેશન નંબર GJ-20-BM-1891) દુકાનની બહાર પાર્ક કરીને સુઈ ગયા હતા. ત્યારબાદ તારીખ 30/08/2026 ની વહેલી સવારે બે વાગ્યાના અરસામાં તેઓ ઉઠ્યા ત્યારે બાઇક ત્યાં જોવા મળ્યું ન હતું.યુવાને આજુબાજુના ઔદ્યોગિક વિસ્તારમાં બાઇકની સઘન શોધખોળ કરી હતી પરંતુ ક્યાંય પત્તો ન લાગતા આખરે ઈ-એફ.આઈ.આર. (e-FIR) પોર્ટલ મારફતે ફરિયાદ કરી હતી. આ ચોરાયેલા 2025 ના મોડલના હીરો સ્પેલેન્ડર પ્લસ બાઇકની કિંમત રૂપિયા 60,000 આંકવામાં આવી છે. મોરબી તાલુકા પોલીસે મેસુભાઈની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ BNS ની કલમ 303(2) મુજબ ગુનો નોંધીને આ મામલે આગળની વધુ તપાસ PSI નરેન્દ્રસિંહ આર. જાડેજાએ હાથ ધરી છે.#Morbi #MorbiNews #CrimeNews #BikeTheft #MorbiPolice #MorbiUpdates #Rangpar #GujaratPolice