પોલીસ જવાનો દ્વારા 76 બોટલ રક્ત એકત્ર કરી સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને અર્પણ કરાયુંમોરબી અપડેટ: સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને મોરબીના પોલીસ અધિક્ષક મુકેશ પટેલની સૂચના તેમજ મોરબી મુખ્ય મથકના નાયબ પોલીસ અધિક્ષક કે.પી.પરમારના માર્ગદર્શન હેઠળ 'સેવા મેરા યોગદાન' સ્કીમ હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ગત તારીખ 17/09/2026 ના રોજ પોલીસ હેડ ક્વાર્ટર, મોરબી ખાતે રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.ચૌહાણ દ્વારા આ સ્વૈચ્છિક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોરબી જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન શિબિરમાં મોરબી જિલ્લા સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ માટે કુલ 76 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ, મોરબી સંચાલિત સિવિલ હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ ઉમદા કાર્યમાં જોડાયેલા તમામે સ્વૈચ્છિક રક્તદાન માટેની પ્રતિજ્ઞા પણ લીધી હતી.#Morbi #MorbiUpdate #BloodDonation #GujaratPolice #MorbiPolice #SevaMeraYogdan #MorbiNews #BloodDonationCamp