વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ સનસાઈન સેરા સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ રહેતા મૂળ ઓરિસ્સા રાજ્યના વતની રાજુભાઇ અર્જુનભાઇ મહાકુંભવ ઉ.25 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે સાંજના સમયે સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.