ધાર્મિક અને સામાજિક કામગીરી બદલ ગણેશ મહોત્સવના આયોજકો અને કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવીમોરબી અપડેટ : મોરબી શહેરમાં ચાલી રહેલા ગણેશોત્સવ નિમિત્તે તારીખ 16 સપ્ટેમ્બર ને બુધવારના દિવસે શિવસેના મોરબીની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આયોજિત ગણેશ મહોત્સવના પંડાલોની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન શિવસેનાના આગેવાનો અને સભ્યોએ પંડાલોમાં બિરાજમાન ગણપતિ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ ગણેશ મહોત્સવના આયોજકો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. મંડળો દ્વારા કરવામાં આવતી સુંદર ધાર્મિક તેમજ સામાજિક કામગીરીને બિરદાવીને તેઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.ગણેશ મહોત્સવના આ પાવન પર્વને શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહપૂર્વક ઉજવી રહેલા તમામ આયોજકોને શિવસેના મોરબી તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ તકે ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.#Morbi #MorbiNews #ShivSenaMorbi #GaneshMahotsav #Ganeshotsav2026 #MorbiUpdates