મોરબી : મોરબી - જેતપર હાઇવે પર ગત તા.15ના રોજ આરજે- 12- જીએ - 1267 નંબરના ડમ્પર ચાલકે આગળ જતી સીએનજી રીક્ષાને પાછળથી ઠોકર મારતા રીક્ષામાં મુસાફરી કરી રહેલા જીવાભાઈ દેવાભાઈ સોલંકી ઉ.58 રહે.બૌધનગર,ભડિયાદ રોડ,નજરબાગ, મોરબી વાળાને પગ અને નળાના ભાગે ફ્રેક્ચર સહિતની ઇજાઓ થતા અકસ્માતના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.