વિસર્જન સ્થળ તરીકે લીલાપર-વીરપર રોડ પર આવેલી ખાણ નક્કી કરાયું મોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ગણેશોત્સવ નિમિત્તે આગામી તારીખ 23/09/2026 તથા 25/09/2026 ના રોજ યોજાનાર ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ગણેશ વિસર્જન અર્થે લીલાપરથી વીરપર જતા રસ્તા પર આવેલી ખાણ નિયત કરવામાં આવી છે.નાગરિકો તેમજ ગણેશ મંડળોને વિસર્જન કામગીરીમાં સરળતા રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના 4 અગત્યના સ્થળોએ પીકઅપ પોઈન્ટ્સ નક્કી કરાયા છે. જેમાં 1)એમ. પી. સેઠ ગર્લ્સ હાઇસ્કૂલ, વી સી ફાટક પાસે, 2)એલ. ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, 3)પોલીસ પરેડ ગ્રાઉન્ડ, 4) સનાળા રોડ પર સ્કાય મોલની બાજુમાં આવેલી જગ્યાનો સમાવેશ થાય છે.મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા શહેરના તમામ નાગરિકો, શ્રદ્ધાળુઓ અને ગણેશ મંડળોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે મૂર્તિઓના વિસર્જન માટે અન્ય કોઈ અનધિકૃત જગ્યાએ ન જતા માત્ર નક્કી કરાયેલી લીલાપરથી વીરપર રોડ પર આવેલી ખાણનો જ ઉપયોગ કરવો. વિસર્જન સ્થળે જરૂરી તમામ પ્રાથમિક સુવિધાઓ તેમજ સુરક્ષા વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવનાર છે. સૌ નાગરિકોએ નિયત કરાયેલા પીકઅપ પોઈન્ટ્સ અને વિસર્જન સ્થળની સુવિધાઓનો ઉપયોગ કરી તંત્રના કર્મચારીઓને પૂર્ણ સહકાર આપવા અનુરોધ કરાયો છે. વધુમાં ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે નિર્ધારિત દિવસોએ ક્રેન સહિતના સાધનોથી વિસર્જન કરાશે. બાકીના દિવસોમાં પણ વિસર્જન સ્થળે મહાપાલિકાનો સ્ટાફ ત્યાં હશે. જે વિસર્જન કરી આપશે.#Morbi #MorbiUpdate #GaneshVisarjan #MorbiMahanagarpalika #Ganeshotsav2026 #MorbiNews