વડીલોએ દુંદાળા દેવની મહાઆરતીનો લાભ લીધો: રહીશોએ માવતર સમાન વડીલોની ભાવવંદના કરી સમાજને પ્રેરણાદાયક સંદેશ આપ્યોમોરબી અપડેટ: મોરબીના શનાળા રોડ પર માર્કેટ યાર્ડ સામે આવેલા નવા હાઉસિંગ બોર્ડ ખાતે આયોજિત ભવ્ય ગણેશ મહોત્સવમાં ગઈકાલે વૃદ્ધાશ્રમના વડીલોને ખાસ આમંત્રણ આપી ગણેશજીના દર્શન કરાવવામાં આવ્યા હતા. આ વડીલોની હાજરીમાં યોજાયેલી મહાઆરતીમાં અત્યંત દિવ્ય અને અલૌકિક વાતાવરણ સર્જાયું હતું.ગણેશ મહોત્સવમાં પહોંચેલા વૃદ્ધાશ્રમના આ વડીલો સંતાનોથી તરછોડાયેલા હોવા છતાં પોતાનું તમામ દુઃખ અને એકલતા ભૂલીને ગોરીનંદનની ભક્તિમાં એકાકાર થયા હતા. નવા હાઉસિંગ બોર્ડના રહીશોએ આ વડીલોની માવતર સમાન ભાવવંદના કરી હતી અને ભગવાન ગણેશ સમક્ષ તેમના સંતાનોને સદબુદ્ધિ મળે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.આ પ્રેરણાદાયક આયોજન થકી સમાજને એક સુંદર સામાજિક સંદેશ આપવામાં આવ્યો છે કે માતા-પિતાની પૂજા માત્ર તહેવારો પૂરતી સીમિત ન રહેવી જોઈએ. જે માવતરે આપણું બાળપણ સાચવ્યું હોય, તેમના જીવનના અંતિમ પડાવમાં તેમને સમય, સન્માન અને સાથ આપવો એ જ સંતાનોની સાચી ફરજ અને સાચી માવતર સેવા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #GaneshMahotsav #Vrudhashram #SocialMessage #GanpatiBappa #RespectParents