મંત્રી, મેયર, જિલ્લા કલેકટર, કમિશનર સહિતના આગેવાનોની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ આગેવાનો જોડાયામોરબી અપડેટ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મોરબી જિલ્લામાં અનેરી ઉજવણી કરવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા સમગ્ર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દીપ પ્રાગટ્ય કરી વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.મોરબી જિલ્લામાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે કુલ 1,80,000 દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. ખાસ કરીને મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 51,000 દીવડા પ્રગટાવીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ઐતિહાસિક મણિ મંદિર, અન્ય તમામ મંદિરો, તેમજ વોર્ડ અને બૂથ દીઠ દીવડા પ્રગટાવીને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મણિ મંદિર ખાતે 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ અંતર્ગત 6500 જેટલા દીવા પ્રગટાવીને મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.કાર્યક્રમ અંગે માહિતી આપતા મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, મંત્રીની અધ્યક્ષતામાં 'સેવા હી સંકલ્પ' અને 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જે આગામી 1 મહિના સુધી ચાલશે. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવશે જેમાં જન ભાગીદારી વધે તેવા પણ પ્રયત્ન કરવામાં આવશે.આ પ્રસંગે મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી દેશ માટે સતત કાર્યરત વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી સીમિત ન રાખતા, 17 ઓક્ટોબર સુધી જિલ્લામાં વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવશે. આગામી એક મહિના દરમિયાન મોરબી જિલ્લામાં બ્લડ ડોનેશન કેમ્પ, હેલ્થ ચેકઅપ કેમ્પ, આંગણવાડીના વિદ્યાર્થીઓ માટે ચિત્રકામ સ્પર્ધા, પશુઓની સેવા અને લોકજાગૃતિ માટે વ્યાપક સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં મહાનગરપાલિકા, પંચાયતો અને સરકારી વિભાગોની સાથે લોકોની જનભાગીદારી પણ જોડવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.#Morbi #PMModiBirthday #SevaPakhwada #ManiMandir #MorbiUpdates #MorbiNews #GujaratNews #SwachhataHiSeva