હવામાન નિષ્ણાત રમેશ બસિયાની આગાહી: આગામી 3 થી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની વકીમોરબી અપડેટ: જાણીતા હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા) દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, સૌરાષ્ટ્ર પાસે ઉત્તર અરબી સમુદ્રમાં એક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે. મોન્સૂન ટ્રફ હાલ આ લો-પ્રેશર કેન્દ્ર પરથી પસાર થઈને સૌરાષ્ટ્ર પરથી બંગાળની ખાડી સુધી લંબાયેલો છે.હવામાનમાં ફેરફારના મુખ્ય પરિબળો:ઉત્તર ભારતમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD) પસાર થઈ રહ્યું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અરબી સમુદ્રની લો-પ્રેશર સિસ્ટમ યુ-ટર્ન મારશે. જે નબળી પડીને સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થશે.આગામી 3 થી 4 દિવસની આગાહી:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સપોર્ટ મળવાને કારણે મોરબી સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં આજથી વરસાદના વિસ્તારોમાં વધારો જોવા મળશે. આગામી 3 થી 4 દિવસ દરમિયાન કેટલાક છુટા-છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ અને ક્યાંક-ક્યાંક મધ્યમ કરતાં સારો વરસાદ પડી શકે છે.ખાસ નોંધ: વાતાવરણમાં અસ્થિરતાને કારણે જે વિસ્તારોમાં ગાજવીજ થશે, ત્યાં પવનનું જોર વધુ રહી શકે છે. લોકોએ સાવચેતી રાખવી હિતાવહ છે.#MorbiUpdate #GujaratWeather #SaurashtraRain #KutchRain #MonsoonUpdate #WeatherForecast #RainAlert #Tankara