ખેડૂત આંદોલન સમયે મૌન અને હવે રાજકીય કાર્યક્રમ કેમ? પ્રતીક પટેલે ઉઠાવ્યા વેધક સવાલોમોરબી અપડેટ : મોરબી તાલુકાના જેતપર ગામે છેલ્લા 4 મહિનાથી વીજ લાઇન મુદ્દે સત્યાગ્રહ છાવણી નાખીને આંદોલન ચલાવી રહેલા ખેડૂતોની વેદનાને વાચા આપવાને બદલે વિશ્વ ઉમિયાધામ દ્વારા PM મોદીના જન્મદિવસની ઉજવણી કરવા સામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ભારે રોષ ઠાલવ્યો છે.ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ, જેતપર દ્વારા પાટીદાર સમાજને વિશ્વ ઉમિયાધામનું પગથિયું ન ચડવા માટે અપીલ કરવામાં આવી છે. ખેડૂત આગેવાન પ્રતીક પટેલે દાવો કર્યો છે કે, PM મોદીના જન્મદિવસે સંસ્થા દ્વારા દીવા પ્રગટાવવાના કાર્યક્રમને લઈને સમગ્ર પાટીદાર સમાજ અને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલા મુખ્ય સવાલો અને આક્ષેપો* આંદોલન સમયે મૌન: જ્યારે ખેડૂતોના હિતના પ્રશ્નો ઉઠ્યા અને સત્યાગ્રહ ચાલતો હતો ત્યારે વિશ્વ ઉમિયાધામ કેમ ચૂપ રહ્યું?* સ્ટેડિયમના નામ બદલવા મુદ્દે મૌન: જ્યારે અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું ત્યારે પણ સંસ્થાએ કેમ કોઈ વિરોધ ન કર્યો?* રાજકીય કાર્યક્રમોને પ્રાધાન્ય: ખેડૂત આંદોલનને ટેકો આપવાની જગ્યાએ પાટીદાર સમાજની સંસ્થામાં PM મોદીના જન્મદિવસની ઉજવણી શા માટે કરવામાં આવી રહી છે? સમાજના હિતના પ્રશ્નો કરતાં રાજકીય કાર્યક્રમોને વધુ પ્રાધાન્ય કેમ અપાઈ રહ્યું છે?* અંગત સ્વાર્થનો આક્ષેપ: કેટલાક લોકો પોતાના ધંધા અને રાજકીય કારકિર્દી ચમકાવવા માટે વિશ્વ ઉમિયાધામનો દુરુપયોગ કરી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે.પ્રતીક પટેલે વેધક સવાલ કરતા પૂછ્યું છે કે, ખેડૂતોના આંદોલન સમયે મૌન રહીને હવે જન્મદિવસની ઉજવણીથી સંસ્થા શું સાબિત કરવા માંગે છે? સરકાર ખેડૂતોની વાત સાંભળતી નથી અને સમાજની સંસ્થાઓ પણ રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત છે, ત્યારે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ 'જય જવાન, જય કિસાન' અને 'ગુજરાતના ખેડૂતો જાગો' ના નારા સાથે ખેડૂતોને એકજૂથ થવા અને અન્યાય સામે લડવા માટે હાકલ કરી છે.#Morbi #Jetpar #KisanAndolan #GujaratFarmers #VishwaUmiyaDham #MorbiNews #MorbiUpdates #PatidarSamaj #FarmersProtest