વીજ લાઇન મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતો હવે આકરા પાણીએ : મંત્રીના ગામમાં જ બનેલી ઘટનાથી રાજકીય ગરમાવોમોરબી અપડેટ : મોરબી તાલુકાના જેતપર ગામે વીજ લાઇન મુદ્દે આંદોલન ચલાવી રહેલા ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે જ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ખેડૂતોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન કરી ભારે આક્રોશ ઠાલવ્યો હતો. ખાસ વાત એ છે કે આ ઘટના સ્થાનિક ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના વતન જેતપરમાં બનતા સમગ્ર જિલ્લાના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે.વીજ લાઇનના વિરોધમાં ખેડૂતોનું આંદોલનજેતપરના ખેડુતોએ વીજલાઈનના વળતર મુદે આંદોલન છેડયા બાદ સરકારે નવો જીઆર પણ પ્રસિદ્ધ કર્યો હતો. જો કે આ નવો જીઆર અન્યાયકર્તા હોય ખેડુતોએ આંદોલન યથાવત રાખ્યું છે. આ આંદોલનના ભાગરૂપે અનેક ગામોમાં ભાજપના નેતાઓને ચૂંટણી માટે પ્રવેશવાની મનાઈ ફરમાવતા પોસ્ટરો પણ લગાવામાં આવ્યા છે. આ આંદોલનની અસર તાજેતરની માર્કેટ યાર્ડની ચૂંટણીમાં પણ દેખાઈ હતી. જન્મદિવસે જ પૂતળા દહનથી ખળભળાટ17 સપ્ટેમ્બરે દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી, ત્યારે જેતપરમાં આંદોલનકારી ખેડૂતો એકઠા થયા હતા. ખેડૂતોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહના પૂતળાનું દહન કર્યું હતું. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ગામમાં જ ટોચના નેતાઓના પૂતળા સળગાવવાની ઘટના અત્યારે ચર્ચાનો વિષય બની છે.#Morbi #MorbiUpdate #Jetpar #KantilalAmrutiya #NarendraModi #AmitShah #FarmersProtest #GujaratNews