સ્ટેમ્પ માટે લોકોને પડતી મુશ્કેલી દૂર થઈ ; વકીલો અને અરજદારોની રજૂઆત બાદ સુવિધા પુનઃ કાર્યરત કરાઈમોરબી અપડેટ: મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરી (તાલુકા સેવા સદન) ખાતે છેલ્લા 1.5 વર્ષથી બંધ પડેલી ઈ-સ્ટેમ્પિંગની સુવિધા ફરીથી શરૂ કરવામાં આવી છે. જગ્યાના અભાવે લાંબા સમયથી બંધ રહેલી આ સુવિધા ફરી શરૂ થતાં અરજદારો અને વકીલોને મોટી રાહત મળી છે.અરજદારોની હાલાકીનો આવ્યો અંત અગાઉ ઈ-સ્ટેમ્પિંગની સુવિધા બંધ હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અરજદારને સોગંદનામા કે અન્ય કોઈ સામાન્ય સરકારી કામ માટે માત્ર 50 રૂપિયાનો સ્ટેમ્પ લેવો હોય, તો પણ કચેરીની બહાર ધક્કા ખાવા પડતા હતા. લોકોને એજન્ટો પાસે જઈને સ્ટેમ્પની મૂળ કિંમત કરતા વધુ રૂપિયા ચૂકવવા પડતા હતા અથવા તો પોસ્ટ ઓફિસમાં લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું.જગ્યાના અભાવે બંધ હતી સુવિધા મોરબીમાં જગ્યાના અભાવના કારણે છેલ્લા 1.5 વર્ષથી આ સુવિધા બંધ કરી દેવામાં આવી હતી. સ્ટોક હોલ્ડિંગના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, અગાઉ જગ્યાની સમસ્યા હતી, પરંતુ હવે સબ રજીસ્ટ્રાર ઓફિસ દ્વારા જગ્યા ફાળવવામાં આવતા છેલ્લા કેટલાક દિવસોથી નવો સ્ટાફ મૂકીને આ કાઉન્ટર ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે. અરજદારો અને વકીલો દ્વારા સતત કરવામાં આવતી રજૂઆતોને ધ્યાનમાં રાખીને આ સુવિધા પુનઃ શરૂ કરવામાં આવી છે.કોઈ વધારાનો ચાર્જ નહીં ચૂકવવો પડે હવેથી અરજદારોને મામલતદાર કચેરી ખાતે જ ઈ-સ્ટેમ્પિંગની સુવિધા મળી રહેશે અને તે માટે કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. ગમે તે કિંમતનો કે ગમે તે પ્રકારનો સ્ટેમ્પ જોઈતો હશે, તે હવે સીધો જ અહીંથી ઉપલબ્ધ થઈ જશે. મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં સબ રજીસ્ટ્રાર અને મામલતદાર કચેરીઓમાં આ સુવિધા કાર્યરત છે, જેથી લોકોને હવે બહાર ધક્કા ખાવાની જરૂર પડશે નહીં.#Morbi #MorbiUpdate #MorbiNews #EStamping #MorbiMamlatdarOffice #GujaratNews #TalukaSevaSadan