મોરબી ફોટોગ્રાફી વીડિયો એસોસિએશનના સૌજન્યથી સ્વ. મેહુલભાઈ ભવાનભાઈ ભટ્ટાસણાની સ્મૃતિમાં કેમ્પ યોજાશેમોરબી અપડેટ : મોરબી શહેરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ધાર્મિક ઉત્સવની સાથે સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. લીલાપર રોડ પર આવેલા સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણપતિ મહોત્સવ 2026 અંતર્ગત આજે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવ સમિતિના સક્રિય સભ્ય એવા સ્વ. મેહુલભાઈ ભવાનભાઈ ભટ્ટાસણાની સ્મૃતિ નિમિત્તે આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાવા જઈ રહ્યો છે. આ રક્તદાન કેમ્પ મોરબી ફોટોગ્રાફી વીડિયો એસોસિએશનના સૌજન્યથી આયોજિત કરવામાં આવ્યો છે.આ સેવાકીય કેમ્પ આજ રોજ 17 સપ્ટેમ્બરના દિવસે બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવ પંડાલ, ક્લાસિક પાર્ટી પ્લોટ, લીલાપર રોડ, મોરબી ખાતે કાર્યરત રહેશે. આયોજકો દ્વારા મોરબીની જનતાને આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં જોડાઈને રક્તદાન કરવા અને રક્તદાન રૂપી મહાદાનમાં સહભાગી થઈ સદગતને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અપીલ કરવામાં આવી છે.#Morbi #BloodDonation #GaneshMahotsav #SiddhivinayakKaRaja #MorbiPhotographyAssociation #SocialWork #MorbiUpdates #MorbiNews