શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્રનિર્માણના ઉદ્દેશ્ય સાથે ડો. હેડગેવાર સ્મારક સમિતિ અને મહિલા સમન્વય દ્વારા આયોજનમોરબી અપડેટ: મોરબીના શકત શનાળા ખાતે આવેલી પટેલ સમાજવાડીમાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ અને મહિલા સમન્વય દ્વારા 'ભારત ભાગ્ય વિધાતા' છાત્રા સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 'દીકરીઓ જ દેશનું ભવિષ્ય'ના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજિત 1500 જેટલી દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ વિષયો પર માર્ગદર્શન મેળવ્યું હતું.વિવિધ વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શનઆ સંમેલન મુખ્યત્વે ત્રણ સત્રોમાં વહેંચાયેલું હતું. પ્રથમ સત્રમાં મહિલા સમન્વય અખિલ ભારતીય સહસંયોજિકા પુષ્પાજી જાંગીડ દ્વારા 'સોશિયલ મીડિયા ઔર હમ, મેં એક ઉત્તમ છાત્ર' વિષય પર છાત્રાઓને માર્ગદર્શન અપાયું હતું. તેમણે સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગ, અભ્યાસમાં એકાગ્રતા, સમયનું આયોજન અને શિસ્ત પર ભાર મૂક્યો હતો. બીજા સત્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રચાર ટોળીના સદસ્ય મુકુલ કાનીટકર દ્વારા 'વૈભવશાળી રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની ભૂમિકા – મેં અધ્યતન કૈસે બનુગી?' વિષય પર સંબોધન કરવામાં આવ્યું હતું.'દેશ હમેં દેતા હૈ સબકુછ, હમ ભી તો કુછ દેના શીખે'મુકુલ કાનીટકરે દીકરીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, ભારતને માત્ર માતા કહેવી અને પોતાના માનવી એ બંનેમાં તફાવત છે. ભારત માતાને પોતાની માનીને તેમના માટે જીવન સમર્પિત કરવાની ભાવના હોવી જોઈએ. દેશ આપણને બધું જ આપે છે ત્યારે આપણી પણ રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે કંઈક આપવાની ભાવના હોવી જોઈએ. ત્યારબાદ ત્રીજા સત્રમાં પ્રશ્નોત્તરી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં છાત્રાઓએ વક્તાઓ પાસેથી પોતાના પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો મેળવ્યા હતા.વીરાંગનાઓના શૌર્યની પ્રદર્શની બની આકર્ષણનું કેન્દ્રકાર્યક્રમ સ્થળે ભારતની મહાન વીરાંગનાઓના સાહસ અને રાષ્ટ્ર પ્રત્યેના યોગદાનને ઉજાગર કરતું એક વિશેષ પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. છાત્રાઓએ આ પ્રદર્શનીની મુલાકાત લઈ પ્રેરણા મેળવી હતી. આ તકે ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટના મંત્રી વિપુલભાઈ અઘારા તથા મહિલા સમન્વય મોરબીના સંયોજિકા નેહાબેન ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #ChhatraSammelan #WomenEmpowerment #RSS #YouthEmpowerment