છેલ્લા 2-3 દિવસથી પર્સનલ નંબર પરથી વાહન ચાલકોને ખોટા મેસેજ મોકલી છેતરપિંડીનો પ્રયાસમોરબી અપડેટ : મોરબીમાં છેલ્લા 2 થી 3 દિવસથી ટ્રાફિક ઈ-ચલણ (E-Challan) ના નામે અનેક નાગરિકોને ફેક મેસેજ મળી રહ્યા છે. સાયબર ગઠિયાઓ દ્વારા લોકોને છેતરવા માટે પર્સનલ મોબાઈલ નંબર પરથી આવા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે, જેને લઈને લોકોએ સાવચેત રહેવા અને આવા કોઈ પણ મેસેજ પર ધ્યાન ન આપવું હિતાવહ છે.વાયરલ થયેલા આવા જ એક મેસેજના સ્ક્રીનશોટ મુજબ, આ મેસેજ કોઈ સત્તાવાર સરકારી આઈડીના બદલે એક પર્સનલ મોબાઈલ નંબર પરથી મોકલવામાં આવે છે. ગઠિયાઓ દ્વારા મેસેજમાં 'TRAFFIC E-Challan INR.2000 Generated' લખીને વાહન નંબર માટે દંડ જનરેટ થયો હોવાનું જણાવવામાં આવે છે. આ સાથે જ દંડ ભરવા અને પુરાવા જોવાના બહાને એક બનાવટી લિંક પણ આપવામાં આવે છે.પોલીસની નાગરિકોને અપીલ પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારના મેસેજ સંપૂર્ણપણે ફ્રોડ છે. ટ્રાફિક ચલણના અધિકૃત મેસેજ હંમેશા સરકારના સત્તાવાર આઈડી (ID) પરથી જ આવે છે. કોઈપણ પ્રાઇવેટ કે પર્સનલ નંબર પરથી આવતા આવા મેસેજને ઇગ્નોર કરવા જોઈએ. મેસેજમાં આપેલી કોઈપણ લિંક પર ભૂલથી પણ ક્લિક ન કરવું, અન્યથા બેંક ખાતામાંથી નાણાં કપાઈ જવાની અને સાયબર ફ્રોડનો ભોગ બનવાની પૂરી શક્યતા છે.#MorbiUpdate #Morbi #CyberCrime #TrafficEChallan #FakeMessage #CyberSecurity #MorbiPolice #GujaratPolice #BewareOfFraud