દારૂ આપનાર અન્ય એક શખ્સનું નામ ખુલતા બંને સામે ગુનો દાખલમોરબી અપડેટ : મોરબી સિટી એ ડીવીઝન પોલીસે રવાપર રોડ પર પેટ્રોલિંગ દરમિયાન બાપાસીતારામ ચોક પાસેથી એક શખ્સને વિદેશી દારૂના 4 ચપલા સાથે ઝડપી પાડ્યો છે. દારૂ આપનાર અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે બંને સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, તારીખ 17/09/2026 ના રોજ મોરબી સિટી એ ડીવીઝન પોલીસના કોન્સ્ટેબલ જયદીપભાઈ રાજેશભાઇ દેવસુર અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન 4:15 કલાકે રવાપર રોડ પર આવેલા બાપાસીતારામ ચોક પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક એક્સેસ ટુવ્હીલર (રજી. નં. GJ-36-BC-3616) ના ચાલકને અટકાવીને તલાશી લેવામાં આવી હતી. એક્સેસની ડેકીમાં તપાસ કરતા અંદર પડેલા એક પ્લાસ્ટિકના ઝબલામાંથી 8 PM સ્પેશ્યલ રેર વ્હિસ્કીની 180 ml ની 4 બોટલ (ચપલા) મળી આવી હતી.પોલીસે પૂછપરછ કરતા આ શખ્સે પોતાનું નામ ફારૂકભાઈ તૈયબભાઇ ચાનીયા (ઉ.વ. 40, રહે. કબીર ટેકરી શેરી નં. 2, મોરબી) હોવાનું જણાવ્યું હતું. આ દારૂ ક્યાંથી લાવ્યો તે અંગે પૂછતા તેણે મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા રોહીતભાઇ જીવણદાસ દુધરેજીયા પાસેથી વેચાણ કરવા માટે મેળવ્યો હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે 120 રૂપિયાની કિંમતની 1 એવી કુલ 4 બોટલ (કુલ કિંમત 480 રૂપિયા) અને 50000 રૂપિયાની કિંમતનું એક્સેસ મળીને કુલ 50480 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ફારૂકભાઈની અટકાયત કરી તેની તથા દારૂ આપનાર રોહીતભાઇ વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે. #Morbi #MorbiUpdate #MorbiNews #CrimeNews #MorbiPolice #ProhibitionAct #LiquorSeized #RavaparRoad