મોરબી અપડેટ : મોરબીની સિવિલ હોસ્પિટલમાંથી ગત 13/9/2026 ના રોજ એક મોટરસાયકલની ચોરી થઈ હતી. આ ઘટનાની તપાસમાં મોરબી શહેરમાં લગાવેલ નેત્રમ સી.સી.ટીવી કેમેરા અને હ્યુમન સોર્સની મદદથી એ ડિવિઝન પોલીસ ટીમને સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે મોરબી લીલાપર રોડ તરફ શંકાસ્પદ રીતે જઈ રહેલા બે શખ્સોને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી. તેમની પાસે મોટરસાયકલના કાગળો ન હતા અને તેઓએ આ બાઇક મોરબી સરકારી હોસ્પિટલમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પકડાયેલા આરોપીઓ અને કબ્જે કરેલ મુદ્દામાલ પોલીસે સ્પલેન્ડર પ્લસ મોટરસાયકલ (રજી.નં. GJ09-DH-2527 કબ્જે કરી છે, જેની કિંમત રૂ. 40000 ગણવામાં આવી છે.શનીભાઈ ડાયાભાઈ દેવાભાઈ નારોલા (ઉ.વ. 22, રહે. મોરબી, વજેપર શેરી નં. 14)ઇરફાનભાઈ કરીમભાઈ બ્લોચ (ઉ.વ. 23, રહે. મોરબી, નવલખી રોડ, રણછોડનગર પાણીના ટાંકા પાસે)આરોપી નંબર 2 (ઇરફાનભાઈ બ્લોચ) નો ગુનાહિત ઇતિહાસ પણ છે, જેના પર અગાઉ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 829/2022 હેઠળ ઈ.પી.કો કલમ 307, 323, 504, 506(2), 114 અને જી.પી. એક્ટ 135 મુજબ ગુનો નોંધાયેલ છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #CrimeNews #BikeTheft #MorbiNews #GujaratPolice