ખાણીપીણીની બજારને કારણે રાત્રે ભારે ભીડ રહેતી હોય, મહાનગરપાલિકા તાત્કાલિક જાળી કે આડસ મૂકે તેવી લોકોની માંગમોરબી અપડેટ : મોરબી શહેરમાં મણીમંદિર સામે આવેલા મહેન્દ્ર ડ્રાઇવ રોડ પરની દીવાલ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. આ માર્ગ પર સતત વાહનો અને લોકોની અવરજવર રહેતી હોવાથી ગમે ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના હાર્દ સમાન મણીમંદિર સામેથી પસાર થતો મહેન્દ્ર ડ્રાઇવ રોડ હંમેશા લોકોની ચહલપહલથી ધમધમતો રહે છે. ખાસ કરીને રાત્રિના સમયે અહીં ગોલાબજાર ભરાય છે અને ખાણીપીણીની લારીઓ પણ મોટી સંખ્યામાં ઉભી રહે છે. જેથી રાત્રે અહીં લોકો અને બાળકોની ભારે ભીડ એકઠી થાય છે. આ વ્યસ્ત માર્ગ પર રક્ષણાત્મક દીવાલ જ તૂટેલી હોવાથી કોઈ વ્યક્તિ નીચે ખાબકે કે અકસ્માતે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.કોઈ મોટો બનાવ કે જાનહાનિ થાય તે પહેલાં મોરબી મહાનગરપાલિકાનું તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે આ તૂટેલી દીવાલ પાસે લોખંડની જાળી નાખવામાં આવે અથવા તો યોગ્ય આડસ ઉભી કરી નવી દીવાલ બનાવવામાં આવે તેવી સ્થાનિકો અને મુલાકાતીઓ દ્વારા પ્રબળ માંગ કરવામાં આવી છે.#Morbi #MahendraDriveRoad #ManiMandir #MorbiUpdates #MorbiNews #MorbiMunicipalCorporation #PublicSafety #GujaratNews