છોટાલાલ પેટ્રોલ પંપ પાસે મહાદેવના મંદિર નજીક બનેલી ઘટના : 4 બાઇક ચાલકોનો આબાદ બચાવ : મહાનગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે રવાનામોરબી : મોરબીના શનાળા રોડ પર આજે સાંજના સમયે એક મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. શનાળા રોડ પર આવેલા છોટાલાલ પેટ્રોલ પંપ પાસે, મહાદેવના મંદિર નજીક અચાનક મહાનગરપાલિકાની સ્ટ્રીટ લાઈટના પોલનો ઉપરનો થોડો 3 વાયર સાથે રસ્તા પર તૂટી પડ્યા હતા. ચાલુ રસ્તા પર અચાનક વાયર તૂટી પડતા 4 જેટલા બાઈકચાલકોનો આબાદ બચાવ થયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સાંજે આશરે 4:18 કલાકે આ ઘટના બની હતી. જાણવા મળ્યા મુજબ, અગાઉ કોઈ વાહનની ટક્કરથી સ્ટ્રીટ લાઈટનો થાંભલો નબળો પડી ગયો હશે. ત્યારબાદ આજે પવનના કારણે થાંભલાનો ઉપરનો ભાગ અને સ્ટ્રીટ લાઈટના વાયર સીધા રસ્તા પર ખાબક્યા હતા. ભારે ટ્રાફિકવાળા રસ્તા પર અચાનક જીવંત વાયર અને થાંભલાનો ભાગ પડતા લોકો હેબતાઈ ગયા હતા. જોકે સદનસીબે વાહનચાલકોનો ચમત્કારિક બચાવ થયો હતો અને કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. રસ્તા વચ્ચે વાયર તૂટી પડવાની આ ઘટનાને પગલે લોકોમાં તંત્રની ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો હતો.આ સમગ્ર ઘટના અંગે મહાનગરપાલિકાને જાણ કરવામાં આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. મહાપાલિકાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ છે અને રસ્તા પરથી થાંભલો તથા વાયર હટાવીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #SanalaRoad #GujaratNews #MorbiNews #Accident #NarrowEscape