કૌશલ્ય વિકાસ અને રોજગારીની તકો વધારવા પર મૂક્યો ભાર: નવા હોસ્ટેલ બિલ્ડીંગના કન્સ્ટ્રક્શન કામની સમીક્ષા કરી માર્ગ અને મકાન વિભાગને આપી સૂચનામોરબી અપડેટ: મોરબી જિલ્લામાં કૌશલ્ય વિકાસ (Skill Development) અને યુવાનો માટેની તાલીમ કામગીરી વધુ સુદ્રઢ, ગુણવત્તાસભર અને પારદર્શી બને તેવા આશયથી 16-09-2026 ના રોજ જિલ્લા કલેક્ટર દ્વારા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) મોરબીની નિરીક્ષણ મુલાકાત લેવામાં આવી હતી.વર્કશોપ અને પ્રયોગશાળાની રૂબરૂ મુલાકાતમુલાકાત દરમ્યાન કલેક્ટરે વિવિધ ટ્રેડ (જેવા કે ઇલેક્ટ્રિશિયન, ફિટર, ઇએમ, કોપા, આઈએમ, એમએમવી, કોસ્મેટોલોજી વગેરે) ની વર્કશોપ, કમ્પ્યુટર લેબ અને વર્ગખંડોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તાલીમાર્થીઓ મેળવી રહ્યા છે તે પ્રેક્ટિકલ તાલીમની ગુણવત્તા ચકાસી હતી. કેમ્પસમાં સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા, વર્કશોપ સાધનોની જાળવણી અને વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થા અંગે સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી.રોજગારી અને એપ્રેન્ટિસશિપ અંગે સૂચનાસ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તાલીમાર્થીઓને વધુમાં વધુ એપ્રેન્ટિસશિપ અને રોજગારીની તકો મળી રહે તે માટે યોગ્ય આયોજન કરવા કલેક્ટરે ITI ના પ્લેસમેન્ટ અને એપ્રેન્ટિસની કામગીરી અંગે અધિકારીઓ અને સ્ટાફ સાથે ચર્ચા કરી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી.નવા હોસ્ટેલ બિલ્ડીંગનું નિરીક્ષણઆઇટીઆઈ ખાતે નવનિર્માણ થનાર હોસ્ટેલ બિલ્ડીંગના કન્સ્ટ્રક્શન કામનું પણ કલેક્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી ગુણવત્તાયુક્ત તેમજ સમયસર પૂર્ણ થાય તે માટે માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલનમાં રહી કામગીરી કરવા જણાવાયું હતું.વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ અને પ્રવેશ પ્રક્રિયા અંગે પ્રચારકલેક્ટરે તાલીમાર્થીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમની હાજરી, સુવિધાઓ, સ્ટાઇપેન્ડ તથા ભવિષ્યના રોજગાર અંગે માહિતી મેળવી હતી અને કૌશલ્ય વર્ધન દ્વારા આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં, હાલ આઈ.ટી.આઈ. મોરબી ખાતે ખાલી રહેલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે, જેમાં જિલ્લાના યુવાનો પ્રવેશ મેળવે તે માટે બહોળો પ્રચાર પ્રસાર કરવા જણાવ્યું હતું. આ મુલાકાત દરમ્યાન સંસ્થાના પ્રિન્સિપાલ, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તથા અન્ય સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #ITIMorbi #SkillDevelopment #Gujarat #Employment #IndustrialTraining #MorbiCollector